દેશભરમાં લાદવામાં આવેલા કોરોના લોકડાઉનને કારણે એપ્રિલ મહિનામાં આઠ મુખ્ય ઉદ્યોગોવાળા કોર સેક્ટરના ઉત્પાદનમાં 38.1%નો ઘટાડો થયો છે. માર્ચ 2020માં આઠ કોર સેક્ટરના ઉત્પાદનમાં 9%નો ઘટાડો નોંધાયો હતો. કોરોના મહામારીને પ્રકોપને લીધે આ સેક્ટરમાં ભારે ઘટાડો થયો છે.
આઠ પાયાકીય ઉદ્યોગોમાં કોલસો, સિમેન્ટ, સ્ટીલ, કુદરતી ગેસ, રિફાઇનરી, વીજળી, ફર્ટિલાઇઝર અને ક્રૂડ ઓઇલ સામેલ છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં આઠ પાયાકીય ઉદ્યોગોનો વેટેજ આશરે 40.27% જેટલો હોય છે.
આ સમયગાળા દરમિયાન સૌથી વધુ મોટો ફટકો સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરને લાગ્યો છે, જેમના ઉત્પાદનમાં ક્રમશ 83.9% અને 86%નો ધરખમ ઘટાડો આવ્યો છે. કોલસા ઉત્પાદનમાં 15.5%, ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં 6.4%નો ઘટાડો આવ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ એપ્રિલ દરમિયાન કુદરતી ગેસના ઉત્પાદનમાં 19.9%નો ભારે ભરખમ ઘટાડો થયો છે.
રિફાઇનરી ઉત્પાદનમાં પણ 24.2%નો મોટો ફટકો પડ્યો છે. ખાતરના ઉત્પાદનમાં 4.5%નો ઘટાટો નોંધાયો છે. એપ્રિલમાં વીજળીના ઉત્પાદનમાં 22.8%નો ઘટાડો થયો છે.
આ પહેલા ફેબ્રુઆરીમાં આઠેય પ્રમુખ ઉદ્યોગોવાળા સેક્ટરનો કુલ ગ્રોથ 11 મહિનાના સૌથી ઊંચ્ચા સ્તરે 5.5%ના વિકાસ દરે પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં કોર સેક્ટર ઉત્પાદનમાં માત્ર 2.2%નો વધારો થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.