કોરોના લૉકડાઉન મોદી સરકારે કોઈ આયોજન વિના લાગુ કર્યું – દૃષ્ટિકોણ

સ્ટીવ હેન્કી અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને જોન્સ હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એપ્લાઈડ ઇકૉનૉમિક્સ, ગ્લોબલ હેલ્થ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ સ્ટડીઝના સંસ્થાપક તથા સહ-નિર્દેશક છે.

તેઓ વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી છે. ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં તેમને ઉંડો રસ છે. બીબીસીના સંવાદદાતા ઝુબૈર અહમદને આપેલી એક ખાસ મુલાકાતમાં સ્ટીવ હેન્કીએ ભારતમાંના લૉકડાઉન અને મોદી સરકારની આર્થિક નીતિઓ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

પ્રોફેસર હેન્કીએ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું એ વિગતવાર વાંચો.


પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રોફેસર સ્ટીવ હેન્કીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કોરોના કટોકટી સામે લડવા માટે પહેલાંથી તૈયાર ન હતી. તેમણે કહ્યું હતું કે “મોદી અગાઉથી તૈયાર ન હતા અને ભારત પાસે પૂરતાં સાધનો નથી.”

પ્રોફેસર હેન્કીએ કહ્યું હતું કે “મોદીએ લાદેલા લૉકડાઉનની મુશ્કેલી એ છે કે તે કોઈ આયોજન વિના અમલી બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં મને એવું લાગે છે કે ‘આયોજન’નો અર્થ જ મોદી જાણતા નથી.”

પ્રોફેસર હેન્કીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન સંપૂર્ણ નહીં, સ્માર્ટ હોવું જોઈએ. જે દેશોએ પોતાને ત્યાં કોરોના વાઇરસથી મોટું નુકસાન થતું અટકાવ્યું છે, એ દેશોએ આકરા પગલાં લીધાં ન હતાં. એ દેશોએ સટિક, સર્જિકલ અભિગમ અપનાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.