પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન કેટલા અસંવેદનશીલ સાથીદારોને પોતાની ટીમમાં રાખે છે તે જાણીને આશ્ચર્ય થશે. સૂચના અને પ્રસારણ મામલે ઈમરાન ખાનના વિશેષ સલાહકારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ અનેક પુરૂષોની હાજરીમાં એક મહિલા સાથે અભદ્ર વાત કરતા જોવા મળી રહ્યા છે. ઈમરાન ખાનના વિશેષ સલાહકાર ફિરદૌસ આશિક આવાન કોરોના વાઈરસ સામે લડવા માટેની તૈયારીઓનો તકાજો લેવા માટે નીકળ્યા તે સમયે આ સમગ્ર ઘટના બની હતી
પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે એક વીડિયો શેર કર્યો છે જેમાં આવાન દવા અને પૈસાની મદદ મેળવનારી મહિલાને શરમજનક સવાલ કરતા જોવા મળે છે. જો કે, આ સવાલ બાદ તે મહિલા બધાની સાથે તેને હસવામાં કાઢીને જવાબ આપી દે છે. સૌ પ્રથમ આવાન મહિલાને દવા ક્યારે મળી તેવો સવાલ કરે છે અને ત્યાર બાદ પૈસા વડે શું કરશે તેમ પુછે છે. તેના જવાબમાં તે મહિલા પોતાના આઠ બાળકો માટે પૈસા લઈ જાય છે તેમ કહે છે.
મહિલાને આઠ બાળકો છે તેમ જાણીને આવાન આશ્ચર્ય વ્યક્ત કરે છે અને પતિ ‘આ કામ’ સિવાય શું કરે છે તેવો દ્વિઅર્થી સવાલ કરે છે જેથી ત્યાં ઉપસ્થિત લોકો હસવા લાગે છે. ત્યાં ઉપસ્થિત કોઈ વ્યક્તિ એક મહિલા સાથે આ પ્રકારની વાત થઈ રહી છે તેમ નથી વિચારતું જે શરમજનક છે. પરિવાર નિયોજન ન કરવામાં આવે તે એક સમસ્યા કહી શકાય પરંતુ જાહેરમાં તેના માટે એક મહિલાની મજાક અયોગ્ય જ કહેવાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.