કોરોના મહામારીમાં આ ખેલાડીઓ આવ્યા મદદે,હાર્દિક અને કુણાલ પંડ્યાએ જીત્યું ચાહકોનું દિલ

અનેક ક્રિકેટ ખેલાડીઓએ સામે આવીને મદદની જાહેરાત કરી છે. આ વખતે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાએ ફેન્સનું દિલ જીત્યું છે. તેઓએ ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સીજન કંસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે.

કુણાલ, હું અને મારી મા, મૂળ રીતે અમારો પરિવાર મદદ કરવાની કોશિશ કરી રહ્યા હતા. અમે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સીજન કંસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે ચિકિત્સા ક્ષેત્રને મદદની જરૂર છે. હાર્દિકે કહ્યું કે અમે સમજીએ છીએ કે મુશ્કેલ સમય છે અને અમે અમારી કૃતજ્ઞતા, સમર્થન દેખાડવા ઇચ્છીએ છીએ.

એવામાં ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે કોરોનાના દર્દીઓ માટે ઓક્સીજન કંસંટ્રેટર ખરીદવા માટે સરકારને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ સિવાય શિખર ધવન અને ઉનાદકટ પણ દાન કરી ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.