કોરોના મહામારીની બીજી લહેર,5 દિવસનું સેલ્ફ લોકડાઉન કરે સરકારઃ એક્સપર્ટ્સ

24 કલાકમાં દેશમાં કોરોનાના 1.60 લાખ નવા કેસ આવ્યા છે અને સાથે 880 લોકોના મોત થયા છે. કોરોનાસંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. બીજી લહેરની સાથે લોકોના સ્વાસ્થ્યનું જોખમ પણ વધ્યું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણનો દર હજુ પણ વધશે અને રોજનું સંક્રમણનો આંક 2.5 લાખને પાર જઈ શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે સરકાર જો ફ્કત 5 દિવસનું સેલ્ફ લોકડાઉનજાહેર કરે છે તો તેમાં હેરાન થવાની જરૂર નથી. સેલ્ફ લોકડાઉનનો અર્થ છે કે લોકો જેમને લાગે છે કે તેઓ કોરોના સંક્રમિત છે અને મહામારીથી સંક્રમિત નથી તેઓ 5 દિવસ સુધી ઘરમાં પોતાને આઈસોલેટ કરે. તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે.

તેઓએ કહ્યું કે દેશમાં આજે 1.68 લાખ કેસ આવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે અને ક્યાં સુધી જશે તેને અંગે કંઈ કહી શકાય તેમ નથી. આશા છે કે આવનારા 10 દિવસમાં સંક્રમણના કેસ 2.5 લાખથી વધારે થાય.

એક એક્સપર્ટનું કહેવું છે કે આ લહેરમાં કોરોના યુવાઓને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે કોરોનાના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું નથી. તેઓએ પોતે બીમારીથી બચવાની જરૂર છે. આ બીમારી ગંભીર છે અને તેને માટે ગંભીરતા દેખાડવાની જરૂર છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.