કોરોના મારી નજીક પણ ન આવી શકે, ગોબરમાં પેદા થઇ છું : મધ્ય પ્રદેશના મહિલા પ્રધાન ઇમરતી દેવી

મધ્ય પ્રદેશની શિવરાજ સિંઘ ચૌહાણની સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન એવાં ઇમરતી દેવીની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.

આ ક્લીપમાં ઇમરતી દેવી કહી રહ્યાં છે કે કોરોના મારી નજીક પણ ન આવી શકે. હું ગાયના ગોબર અને માટીમાં પેદા થઇ છું. વિડિયો ક્લીપમાં આ મહિલા પ્રધાન પોતાની ગામઠી બોલીમાં કહે છે, ‘તુમ હી થે, અકેલે હમ… તુમને હમેં કોરોના બના દઓ…ઇમરતી દેવી મટ્ટી મેં પૈદા ભયી… ગોબર મેં પૈદા ભયી..ઇત્તે કર્રે કીટાણુ હૈ કિ કોરોના આસપાસ નહીં આ પાયેંગે…જે તો જબરદસ્તી જતાયે હૈં…

મિડિયા સાથે વાત કરતાં ઇમરતી દેવી એવું વિધાન કરે છે કે મને કોરોના સંક્રમણ થયું છે એવી તમે ખોટી માહિતી આપી હતી.

આ વિડિયો ક્લીપ ત્રીજી સપ્ટેંબરની હોવાની શક્યતા છે. તે દિવસે ઇમરતી દેવી ગ્વાલિયરના જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા આવ્યાં હતાં.

એ પહેલાં એમણે પોતાના વિસ્તારમાં થયેલાં વિકાસ કાર્યોનો પરિચય મેળવવા પોતાના મંત્ર્યાલયના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એ બેઠક અધૂરી રહી હતી. એ માટે એવું કારણ અપાયું હતું કે ઇમરતી દેવીની તબિયત સારી નહોતી. મિડિયાએ એવું અર્થઘટન કર્યું હતું કે ઇમરતી દેવીને કોરોનાનું સંક્રમણ થયું હતું

જો કે એ દિવસે સાંજેજ ઇમરતી દેવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાથે એક બેઠકમાં પણ સહભાગી થયાં હતાં.

સોશ્યલ મિડિયા પર આ વિડિયો ક્લીપને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને સેંકડો લોકોએ ઇમરતી દેવીની વાતની ઠેકડી ઊડાવી હતી. જો કે એમની નિખાલસતાને બિરદાવનારો પણ એક વર્ગ હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.