તમામ દર્દીઓને હોસ્પિટલમાં હાજર લોકોએ વધાવી
કોરોનાને માત આપનારા મહિલા એસીપી સહિત 54 દર્દીઓને એકસાથે એસ વી પી હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી છે.
કોરોનામાં સપડાયેલા અને છેલ્લા પંદર દિવસથી સારવાર હેઠળ રહેલા 54 દર્દીઓ સાજા થતા તમામ આજે SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે હાજર નાગરિકોએ દર્દીઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હત
ક્રાઈમ બ્રાન્ચના મહિલા ACP મીની જોસેફ SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ કોરોનાને માત આપીને સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, ક્રાઈમ બ્રાંચના મહિલા ACP મીની જોસેફનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, આજે તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
કેડિલાના 21 કર્મચારી કોરોના પોઝિટિવ, કંપનીનું ત્રાસદ ખાતેનું એકમ સીલ કરાયું
અમદાવાદ બાદ હવે જિલ્લામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે.ધોળકામાં બે દિવસમાં કુલ 25 પોઝિટિવ કેસ આવ્યા છે.આ પૈકી 21 કેસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના કર્મચારીઓના છે.
મળતી માહિતી મુજબ ત્રાસદ ખાતે આવેલા એકમના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ કર્મચારીઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા હતા. 21 પોઝિટિવ કેસ માંથી 11 અમદાવાદના અને 10 ધોળકાના રહેવાસી હોવાની વિગત બહાર આવી છે.
એક વિગત એવી પણ બહાર આવી છે કે, પોઝિટિવ કેસ આવ્યા પછી પણ કંપનીએ એકમ ચાલુ રાખતા તંત્ર દ્વારા એકમ સીલ કરાયું છે. જે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે તેમને હોમ કોવરેન્ટાઇન કરી કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.