સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે કોરોના મહામારીના કારણે ગરીબીમાં 9.1 ટકાનો માતબર વધારો થશે. તેના કારણે 2021ના અંત સુધીમાં દુનિયામાં 4.7 કરોડ મહિલાઓ અતિશય ગરીબ થઈ જશે. કુલ 9.6 કરોડ લોકો અતિશય ગરીબની કેટેગરીમાં આવશે અને એમાંથી 4.7 કરોડ મહિલાઓ અને છોકરીઓ હશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના મહામારીની અસર સૌથી વધારે મહિલાઓ અને છોકરીઓ ઉપર પડશે. 2021ના અંત સુધીમાં 4.7 કરોડ મહિલાઓ અને છોકરીઓ અતિશય ગરીબીની કેટેગરીમાં ધકેલાશે. દુનિયામાં કુલ 9.6 કરોડ લોકો અતિશય ગરીબ હશે, એમાંથી અડધો અડધ તો મહિલાઓ અને છોકરીઓ હશે.
યુએનના કહેવા પ્રમાણે કોરોના મહામારીના કારણે 9.1 ટકાનો જંગી વધારો થશે. અગાઉ એવી ધારણાં બાંધવામાં આવી હતી કે 2021ના અંત સુધીમાં મહિલાઓ અને છોકરીઓના ગરીબીના સ્તરમાં 2.7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થશે.
પરંતુ કોરોના ત્રાટક્યા પછી આિર્થક બેહાલી અને બેરોજગારીનું પ્રમાણે દુનિયાભરમાં વધ્યું છે. તેથી એક જ વર્ષમાં અતિશય ગરીબોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થશે. યુએનના અહેવાલ પ્રમાણે કોરોનાના કારણે આગામી વર્ષોમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે જે આિર્થક અસમાનતા વધશે.
21મી સદીમાં સ્ત્રી-પુરૂષો વચ્ચે આિર્થક સમાનતા વધી હતી, પરંતુ મહામારીના એક જ વર્ષમાં એ સમાનતા વચ્ચે મોટું અંતર આવવાની શક્યતા છે. યુએનના રીપોર્ટમાં સૃથાનિક સરકારોને આિર્થક સમાનતા માટે અને મહિલાઓના કલ્યાણ માટે પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી. કોરોના પછી સરકારોએ કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવી જોઈએ એવી ભલામણ એમાં કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.