લોકડાઉનની સ્થિતિનો લાભ ઉઠાવવા જંગલ માફિયા સક્રિય
પૃથ્વીના ફેફસા ગણાતા એમેઝોનના જંગલો પર કોરોનાકાળમાં જોખમ વધી ગયું છે. આમ તો વર્ષોથી એમેઝોન જંગલક્ષેત્રમાં ગેર કાયદેસર વૃક્ષોની કાપવાની પ્રવૃતિ ધમધમે છે પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ ૨૦૨૦ના છેલ્લા ત્રણ થી ચાર મહિના દરમિયાન વનોની કાપણીમાં ૫૫ ટકાનો વધારો થયો છે. કોરોના વાઇરસના કારણે લોકડાઉનનો લાભ લઇને માફિયાઓ જંગલોને નુકસાન પહોંચાડી રહયા છે. એમેઝોનનું જંગલ ક્ષેત્રમાં ૮ દેશોના વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં ૩૦ કરોડથી વધુ લોકો રહે છે.
એમેઝોન જંગલનો સૌથી વધુ ૬૦ ટકા વિસ્તાર બ્રાઝિલમાં છે. એમેઝોનમાં વૃક્ષો, વનસ્પતિ અને જીવોની પ્રજાતિઓની વિશેષતા જોવા મળે છે તે દુનિયામાં કયાંય જોવા મળતી નથી. એમેઝોન સૌથી વધુ ૧૭ જેટલો ઓક્સિજન પણ આપે છે.કોરોના સંક્રમણની શરુઆત થઇ ત્યારે બ્રાઝિલ સરકારે લોકડાઉનનો ઇન્કાર કર્યો હતો. છેવટે કોરોના વાયરસનું સંક્રમણ વધી જતા લોકડાઉન,સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો લાદવા પડયા હતા. કોરોનાએ અમેજોનાસ રાજય સહિત સમગ્ર બ્રાઝિલમાં કાળો કેર વરતાવ્યો છે.
એમેઝોન સહિતના વિસ્તારોમાં નબળી આરોગ્ય સેવાના પગલે કોરોના બેકાબુ બનતો જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.