દરેક સુધી વેક્સિન ઝડપથી પહોંચે તેવી વ્યવસ્થા તૈયાર કરવી પડશે: PM
વડાપ્રધાન નરેદ્ર મોદીએ શનિવારે કોરોના મહામારીને રોકવા માટે કરવામાં આવેલા પ્રયાસોની સમિક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. આ મીટિંગમાં તેમણે કહ્યું કે મહામારીને રોકવા માટે પ્રયાસ કરતા રહેવું જોઈએ.
તેમણે કહ્યું આ મહામારી હજુ સંપૂર્ણપણે પુરી નથી થઈ તેને રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને જાળવી રાખવા પડશે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જેવી જરૂરી બાબતોનું પાલન કરવું પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશની ભૌગોલિક સ્થિતિ અને વિવિધતાને ધ્યાનમાં રાખીને વેક્સિનની પહોંત ઝડપથી થવી જોઈએ. કોરોના વેક્સિનના વિતરણ માટે એવી વ્યવસ્થા બનાવવી જોઈએ જેનાથી દરેક લોકો સુધી વેક્સિન પહોંચી શકે. લોજિસ્ટિક્સ, ડિલીવરી અને એડમિનિસ્ટ્રેશનમાં દરેક પગલાંને સખ્તાઈથી લાગૂ કરવામાં આવવા જોઈએ.
વડાપ્રધાને નિર્દેશ આપ્યો કે આપણે આપણાં પાડોશમાં આપણાં પ્રયાસોને સીમિત કરવા જોઈએ નહી પરંતુ વેક્સિન વિતરણ સિસ્ટમ માટે વેક્સિન, દવા અને IT પ્લેટફોર્મ આપવા માટે સમગ્ર દુનિયા સુધી પહોંચવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિન વિતરણ અને તંત્રની તૈયારીઓની સમિક્ષા કરી. આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી, સભ્ય(સ્વાસ્થ્ય) નીતિ આયોગ અને ભારત સરકારના અન્ય અધિકારીઓ હાજર હતા.
આગામી અઢી મહિના મહત્વના
આ પહેલા શુક્રવારે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, શિયાળાની ઋતુ અને તહેવારોને જોતા કોરોના સામેના જંગમાં આગામી અઢી મહિના ખુબ મહત્વના છે. તેથી આ આપણાં સૌની જવાબદારી છે કે કોઈ પણ પ્રકારની બેદરકારી ના દાખવે અને કોરોનાના ફેલાવાથી રોકે. તેમણે કહ્યું, દેશમાં ત્રણ કોરોના વેક્સિનનું પરિક્ષણ એડવાન્સ સ્ટેજમાં છે. જો બધુ જ ઠીક રહ્યું તો દેશમાં જલ્દી જ સ્વદેશી કોરોના વેક્સિનનું ઉત્પદન શરૂ થઈ જશે.
બેદરકારી પડશે મોંઘી
કોરોના મહામારીના તજજ્ઞોનું માનવું છે કે, આપણે બેદરકારી રાખવી જોઈએ નહી અન્યથા આ કોરોનાની બીજી લહેરનું કારણ બની શકે છે. તજજ્ઞોનું કહેવું છે કે તહેવારની સિઝન, શાળા-કોલેજ ખુલ્યા, શિયાળો અને પ્રદુષણના લીધે તેની બીજી લહેર આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.