કોરોના મહામારી સામે હોકી ઈન્ડિયા’નું રૂ. 1 કરોડનું ડોનેશન ફૂટબોલ ફેડરેશને 25 લાખ આપ્યા

કોરોના મહામારી સામે ભારત સહિતનું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે ભારતીય રમત ફેડરેશનોએ પણ આ આપદા સામે લડવા માટે દાન આપવાની શરૃઆત કરી દીધી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ – ભારતીય ક્રિકેટ બોર્ડે –  રૃપિયા ૫૧ કરોડનું ડોનેશન આપ્યું હતુ. ભારતના હોકી અને ફૂટબોલ ફેડરેશનોએ રૃપિયા ૨૫-૨૫ લાખનું ડોનેશન આપ્યું હતુ. આ પછી હોકી ફેડરેશને વધુ ૭૫ લાખ રૃપિયાનું ડોનેશન પીએમ કેર્સ ફંડમાં આપતાં તેમનું કુલ ડોનેશન એક કરોડ રૃપિયાનું થયું હતુ.

ઓલ ઈન્ડિયા ફૂટબોલફેડરેશને જાહેરાત કરી હતી કે, હાલમાં પ્રસરેલી કોવિડ-૧૯ મહામારીના સમયમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશને રૃપિયા ૨૫ લાખ રુપિયા પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં આપવાનો નિર્ણય લીધો છે. આ જ પ્રકારે હોકી ઈન્ડિયાએ પણ રૃપિયા ૨૫ લાખ પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં આપવાનું નક્કી કર્યું હતુ.

ભારતના જુદા-જુદા રમત ફેડરેશનોએ પણ પોતા-પોતાની રીતે ફંડ-ફાળો આપ્યો હતો. ભારતીય કુસ્તી ફેડરેશને રૃપિયા ૧૧ લાખ, ઈન્ડિયન ગોલ્ફ યુનિયને રૃપિયા ૧૦ લાખ, ટેબલ ટેનિસ ફેડરેશને રૃપિયા પાંચ લાખ, ઓલ ઈન્ડિયા ટેનિસ ફેડરેશને રૃપિયા ૨.૫ લાખ અને સાઈક્લિંગ ફેડરેશને રૃપિયા ૧ લાખ કોરોના સામેની મહામારી માટે દાનમાં આપ્યા હતા. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીઓએ રૃપિયા ૭૬ લાખનું ફંડ એકઠું કરીને દાનમાં આપ્યું હતુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.