કોરોનાની મહામારી વચ્ચે ચીનમાં હંટા વાયરસનો પ્રવેશ, વ્યક્તિનું મોત, સોશિયલ મીડિયા પર ચકચાર

કોરોના વાયરસની સમસ્યાથી સંઘર્ષ કરી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમાં એક વ્યક્તિનું સોમવારે હંટા વાયરસને કારણે મોત થયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસથી શાડોંગ પ્રાંત પરત ફરી રહ્યો હતો. તેનો હંટા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બસમાં સવાર 32 અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર બબાલ મચી ગઈ છે.

મોટી સંખ્યામાં લોકો ટ્વીટ કરીને તે વાતનો ડર વ્યક્ત કરી રહ્યાં છે કે ક્યાંક કોરોના વાયરસની જેમ આ મહામારી ન બની જાય. લોકો કહી રહ્યાં છે કે જો ચીનના લોકોએ જાનવરોને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આવી ઘટના બનતી રહેશે. શિવમ લખે છે, ‘ચીની લોકો હવે વધુ એક મહામારીની પરિયોજના પર કામ કરી રહ્યાં છે. આ હંટા વાયરસ ઉંદર ખાવાથી થાય છે.’ સોશિયલ મીડિયા પર જારી ચર્ચા વચ્ચે આવો જાણીએ શું હોય છે હંટા વાયરસ અને શું તે કોરોના વાયરસની જેમ ઘાતક છે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.