કોરોનાની મહામારી વચ્ચે ભાજપ નફરતનો વાયરસ ફેલાવે છે- સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર આકરો હુમલો કરતા કહ્યુ છે કે, કોરોનાની મહામારી વચ્ચે પણ ભાજપ દેશના સદભાવના વાતાવરણને બગાડવા માટે નફરતનો વાયરલ ફેલાવી રહી છે.

સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, જ્યારે કોરોના સામે એક બનીને લડાઈ લડવાની હોય ત્યારે પણ ભાજપ પૂર્વગ્રહોનો શિકાર છે. આપણા સામાજીક સદભાવને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે અને તેના માટે દરેક ભારતીયને ચિંતા કરવાની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે, કોરોના વાયરસથી કામ પાર પાડવા માટે કોંગ્રેસના સૂચનોને ધ્યાનમાં લેવાયા નથી. કોરોના વાયરસ સામેના જંગમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્વોરેન્ટાઈનનો કોઈ વિકલ્પ નથી પણ કમનસીબે દેશમાં બહુ ઓછુ ટેસ્ટિંગ થઈ રહ્યુ છે. ત્રણ સપ્તાહમાં વાયરસનો પ્રસાર વધ્યો છે.લોકડાઉનના કરાણે સમાજના દરેક વર્ગને ખાસ કરીને ખેડૂતો, મજૂરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. કરોડો લોકોની રોજગારી પર ખતરો સર્જાયો છે. 12 કરોડ લોકોની નોકરીઓ જતી રહી છે.હજી પણ બેકારી વધી શકે છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વિશેષ પેકેજ આપવામાં આવે. કારણકે આ સેક્ટર 11 કરોડ લોકોને રોજગાર આપે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.