કોરોના મહામારી વચ્ચે રાજસ્થાન કોંગ્રેસમાં ભડકો, રાજસ્થાનમાં ગેહલોત સરકાર ‘વેન્ટિલેટર’ પર

ગેહલોત સરકાર લઘુમતીમાં હોવાનો પાઈલટનો દાવો

– સબસલામતના દાવાઓ વચ્ચે ધારાસભ્યોને મનાવવા મુખ્યમંત્રી ગેહલોતના પ્રયાસ : આજે ફરી બેઠક બોલાવી
– મને રાજસ્થાન કોંગ્રેસના 27 અને કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન : સચીન પાઈલ

દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે તેવા સમયે ભાજપ મની પાવરની મદદથી રાજસૃથાનમાં કોંગ્રેસ સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આક્ષેપોના બીજા દિવસે અશોગ ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટ વચ્ચેના મતભેદો ખુલીને સામે આવ્યા છે.

સચીન પાયલટે અશોક ગેહલોત સામે બળવો પોકારી નવી દિલ્હીમાં ધામા નાંખ્યા છે અને તેમને કોંગ્રેસના 27 ધારાસભ્યો તથા કેટલાક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન હોવાનો પાયલટે દાવો કર્યો હતો તેમજ તેમણે ગેલહોત લઘુમતીમાં આવી ગઈ હોવાનું પણ જણાવ્યું હતું. તેમના દાવાથી પાઇલટ ભાજપમાં જોડાશે તેવી અટકળોને બળ મળ્યું છે.

રાજસૃથાન કોંગ્રેસના બે શક્તિશાળી નેતાઓ અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચે સત્તાનો સંઘર્ષ વધુ તીવ્ર બનતાં રાજસૃથાનમાં શાસક પક્ષમાં ભડકો થયો છે.

સચીન પાઈલટે રવિવારે જણાવ્યું હતું કે તેઓ સોમવારે સવારે 10.30 વાગ્યે યોજાનારી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર નહીં રહે. સચીન પાયલટ હાલ નવી દિલ્હીમાં છે, પરંતુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઈ નથી. બીજીબાજુ સચીન પાઈલટ સહિત કોંગ્રેસના 27 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું પણ રાજકીય વર્તૂળોમાં ચર્ચાઈ રહ્યું છે.

બીજીબાજુ ગેહલોત જૂથે કોંગ્રેસના બધા જ 100થી વધુ ધારાસભ્યોનું મુખ્યમંત્રીને સમર્થન હોવાનો દાવો કર્યો છે. ભાજપે પણ સચિન પાઈલટ તેમના સંપર્કમાં હોવાની અટકળોને ફગાવી દીધી છે. ભાજપે કહ્યું હતું કે આ કોંગ્રેસની આંતરિક બાબત છે. અગાઉ સચિન પાઈલટના મિત્ર દાનિશ અબરાર, ચેતન ડૂડી અને રોહિત બોહરા મુખ્યમંત્રી નિવાસ પહોંચ્યા હતા.

અહીં તેમણે કહ્યું હતું કે તેમનું અશોક ગેહલોતને સમર્થન છે. તેઓ વ્યક્તિગત કારણોસર દિલ્હી ગયા હતા. ત્રણેએ કહ્યું કે સચિન પાઈલટ સાથે છેલ્લા બે દિવસમાં તેમની કોઈ વાત થઈ નથી. અશોક ગેહલોત માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે, કારણ કે આ ત્રણેય નેતા સચિન પાઈલટના મિત્ર છે.

રાજસૃથાન કોંગ્રેસમાં સંઘર્ષ વચ્ચે પક્ષપ્રમુખ સોનિયા ગાંધીએ ત્રણ નેતાઓને રાજસૃથાન મોકલ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલ, અજય માકન અને અવિનાશ પાંડે જયપુર પહોંચી ગયા છે. અવિનાશ પાંડેએ જણાવ્યું હતું કે તેઓ સચિન પાઈલટ સાથે વાતચીત કરશે.

અવિનાશ પાંડે રાજસૃથાન કોંગ્રેસના પ્રભારી છે અને કોંગ્રેસ મહાસચિવ છે. જયપુર જતાં પહેલા ંઅવિનાશ પાંડેએ સચિન પાઇલટને મળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમની સાથે વાત થઈ શકી નહોતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સચિન પાઈલટ નાયબ મુખ્યમંત્રી છે અને સોમવારની બેઠકમાં તેઓ હાજર રહેશે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ સચિન પાઈલટ હવે ગેહલોત સામે લડી લેવાના મૂડમાં છે. સોમવારે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલાં પાઈલટ જૂથના ધારાસભ્યો તેમના રાજીનામા વિધાનસભા અધ્યક્ષને મોકલી આપે તેવી સંભાવના છે.

રાજસૃથાનમાં ધારાસભ્યોના હોર્સટ્રેડિંગ મામલે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૂ્રપ (એસઓજી) તરફથી નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટને નોટીસ મોકલવામાં આવતાં પાઈલટ જૂથ નારાજ છે. પાઈલટ જૂથનું કહેવું છે કે નાયબ મુખ્યમંત્રીને પૂછપરછ માટે એસઓજીની નોટીસ સ્વીકાર્ય નથી.

રાજસૃથાન કોંગ્રેસમાં ગેહલોત અને પાઈલટ જૂથ વચ્ચે વિખવાદના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી ગેહલોતે રવિવારે રાત્રે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવી હતી. પરંતુ પાછળથી આ બેઠક રદ કરાઈ હતી, જે હવે સોમવારે સવારે 10.30 વાગ્યે મળશે.

દરમિયાન રાજસૃથાન વિધાનસભાની સિૃથતિ પર નજર કરીએ તો કોંગ્રેસ પાસે 101 બેઠકો છે જ્યારે તેને 12 અપક્ષ અને અન્ય 6નો ટેકો છે. આમ વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 119 બેઠકો છે. બીજીબાજુ ભાજપ પાસે 72 બેઠકો અને અન્ય 3 બેઠકો સાથે ભાજપના સમર્થનમાં કુલ 75 બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષે 101નો મેજિક ફીગર પાર કરવો જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.