કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નવરાત્રીની યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણયના 12 કલાક બાદ જ આજે સંસ્કાર ભારતી શાળા ખાતે લાસ્ય ક્લાવૃંદ દ્વારા ગરબાનું શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના આદેશ અનુસાર કોઈપણ જાતના સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક વગર ગરબા રમાડવામાં આવ્યા હતા સાથે જ 30થી વધુ લોકો આ જગ્યાએ ગરબા રમતા જોવા મળ્યા હતા.
હાલમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે જેથી સરકાર દ્વારા પરંપરાગત નવરાત્રી નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ લોકો વધુમાં વધુ સોશિયલ સોશીયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને જો માસ્ક વગર કોઈપણ વ્યક્તિ પકડાઈ તો તેની સામે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે પરંતુ ઘણી જગ્યાએ આનો અમલ કરવામાં આવતો નથી.
સરકારની નવરાત્રી નહીં યોજવાની જાહેરાત થયાને હજુ 12 કલાક જ વિત્યાં છે ત્યારે સુરતના એક ગ્રુપ લાસ્ય કલાવૃંદ દ્વારા પ્રાચીન અર્વાચીન ગરબાઓ માટેનું એક શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શૂટીંગ પહેલા તેમણે જણાવ્યું હતું કે સરકારના નીતિ નિયમ પ્રમાણે જ સેનેટાઈઝર ,માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાનું શુટિંગ કરવામાં આવશે .જોકે તેઓએ ના તો માસ્ક પહેર્યા હતા ના તો સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હતું. સાથે જ 30થી વધુ લોકો એક જ જગ્યાએ ગરબા રમતા દેખાયા હતા.
આ અંગે પાલિકા કમિશનર બંછા નિધિ પાની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યા હોય માસ્ક ખૂબ જ જરૂરી છે અને ફરજિયાત પણ છે અને એક સાથે વધુ લોકો હોય ત્યાં માસ્ક વધુ જરૂરી બની જાય છે.
એક તરફ સામાન્ય પ્રજા પાસે માસ્ક વગર દંડ ઉઘરાવવામાં આવે છે. અને જો દંડ ન આપે તો ઘણી વખત ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાતા હોય છે તો જ્યારે આવા આયોજનો થતા હોય ત્યારે પાલિકાએ શું યોગ્ય પગલાં લેવા ન જોઈએ?
ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઝૂમવા આતુર બન્યાં છે. પણ કોરોનાની મહામારીને પગલે સરકાર ખુદ હજુ નવરાત્રી યોજવી કે નહી તે અંગે અનિર્ણિત છે. તબીબોનુ માનવુ છે કે, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે નવરાત્રિ યોજવી જોખમભર્યુ છે. રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ અટકે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહીં છે. નવરાત્રી અંગે તો રાજ્ય સરકારે હજુ સુધી કોઇ નિર્ણય જાહેર કર્યો નથી પણ તા.17 થી તા.25 સુધી અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર યોજાનાર વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ કરાયો છે. 2003થી યોજાતી વાઇબ્રન્ટ નવરાત્રિ પહેલીવાર આ વર્ષે નહીં યોજાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.