રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું છે કે, પ્રદેશમાં લોકડાઉન હાલ હટાવવામાં નહી આવે. કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેના કારણે 30 જુનના રોજ લોકડાઉન હટાવવામાં નહી આવે. લોકડાઉનમાં ધીરે-ધીરે છૂટ આપવામાં આવશે.
દેશમાં કોરોનાની સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપતા કહ્યું કે, જો વધારે ભીડ કરવામાં આવી તો લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવામાં આવશે. અનલોક કરવાથી કોરોનીના દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. રાજ્ય સરકારે વધારેમાં વધારે ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે. તેથી લોકોએ ડરવાની જરૂર નથી.
તેમણે જણાવ્યું કે, વિશ્વમાં કોરોના માટે જેવી જ કોઈ નવી દવાનું નામ આવે છે તો તેઓ પોતે તેને રાજ્યમાં લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. આ સમયે રેડમેસિવીર અને એક અન્ય દવાની ચર્ચા થઈ રહી છે. કેન્દ્ર સરકાર પાસેથી આ દવાની મંજુરી ગત અઠવાડિયે મળી ચુકી છે. તેઓ આ બંન્ને દવાઓને જલ્દી જ રાજ્યમાં લાવી હોસ્પિટલોમાં ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.