કોરોનાએ મોદી સરકારની ખરાબ થતી છાપ અને આર્થિક નિષ્ફળતાને છુપાવવાનું કામ કર્યું- શશિ થરુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ ખૂબ જ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે. જોકે કોરોનાને કાબુમાં લેવામાં સરકારે જે બેદરકારી રાખી અને તેના પગલે મજૂરોને જે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તેના જોતા સરકાર પ્રથમ વર્ષની જીતની ઉજવણી ન કરી શકે.

વર્ષ 2019ની ચૂંટણીમાં બીજેપીએ મોદીને 56-ઈંચની છાતીવાળા શક્તિશાળી રાષ્ટ્રવાદીના રૂપમાં રજૂ કર્યા. એક

માત્ર વ્યક્તિ જે દેશને આતંકવાદીઓ, ઘુસણખોરો, રાષ્ટ્રદ્રોહીઓથી બચાવી શકે છે. આ સિવાય તેઓ જે લોકો દેશના હિન્દુ રાષ્ટ્રના ઢાચાને ખોખલો કરી રહ્યાં છે તેમને પણ ટક્કર આપી શકે તેમ છે. અંતે આ રીત સફળ સાબિત થઈ હતી.

મોદી સરકાર ફરીથી ભારે બહુમતી સાથે ચૂંટાઈ આવી, તેનું એક્સપર્ટ અનુમાન પણ ન લગાવી શકયા. સરકારે ભારતની છબી બદલવાનું કામ શરૂ કર્યું.પહેલા 100 દિવસમાં ઘણા કાયદાઓ પાસ કરાવવામાં આવ્યા, જેમાં ટ્રિપલ તલાકને અપરાધ બનાવવા અને અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કરવા સહિતની બાબતો સામેલ હતી. તેનાથી સરકારે યોગ્ય અને નિર્ણાયક કાર્યવાહીનું ઉદાહરણ રજૂ કરવાની કોશિશ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.