કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિને આંધ્ર સરકાર 15000 રૂપિયા આપશે

કોરોના મહામારીએ તમામ સામાજિક સમીકરણો બદલાવી નાંખ્યા છે. કોરોનાના કારણે સ્થિતિ એવી ઉભી થઇ છે કે મૃત્યુ પામનાર વ્યક્તિના અંતિમ સંસ્કાર પણ બરાબર થતા નથી. કોરોનાના ડરને કારણે લોકો લાશની નજિક પણ જતા નથી. પરિવારના સભ્યો પણ મૃત્યુ પામનાર વ્યક્તિથી દૂર રહે છે. તેવામાં આંધ્ર પ્રદેશની સરકારે કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિને 15000 રુપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જો પરિવારના લોકો અંતિમ સંસ્કાર કરશે તો આ રકમ તેને મળશે, અથવા તો અંતિમ સંસ્કાર કરનારા વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવશે.

આંધ્ર પ્રદેશમાં કોરોનાના કારણે મરનાર લોકોની લાશ સાથે ગેરવર્તણુક થઇ રહી હતી. અત્યાર સુધીમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. હાલમાં જ એક 72 વર્ષના વૃદ્ધ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું, તેમની લાશને જેસીબી વડે ઘરેથી સ્મશાન સુધી લઇ જવામાં આવી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાને લઇને વિપક્ષે હોબાળો કર્યો હતો, ત્યારબાદ સરકારે આ નિર્ણય લીધો છે.

આંધ્ર પ્રદેશના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અધુકારી કાટામાનેની ભાસ્કરે જણાવ્યું કે કોઇ પણ વ્યક્તિ કોરોનાથી મૃત્યુ પામનારના અંતિમ સંસ્કાર કરશે તો તેને રાજ્ય સરકાર 15000 રુપિયા આપશે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જણાવવામાં આવ્યું કે વ્યક્તિના મોતની સાથે જ અમુક કલાકમાં તેના શરીરમાં રહેલા કોરોના વાયરસ પણ નષ્ટ થઇ જાય છે. આમ છતા લોકો આ જીવલેણ વાયરસથી ડરી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.