કોરોનાનો મૃત્યુદર ઓછો કરી શકે એવી દવા મળી : ડેક્સામેસાથોન પર સફળ પ્રયોગ

કોરોના વાઈરસ સામેની લડતમાં બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોને મહત્ત્વપૂર્ણ સફળતા મળી છે. આ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા રિસર્ચ પ્રમાણે ડેક્સામેસાથોન નામની દવા કોરોનાની સારવારમાં ઉપયોગી સાબિત થઈ છે.

કોરોનાના કેસમાં 80 ટકા દર્દીઓ ઘરે જ સાજા થઈ શકે એવા હોય છે. પરંતુ થોડાક ક્રિટિકલ દર્દીઓને દાખલ કરવા પડે છે અને વળી એમાં અમુકને ઓક્સિજનની કમી જણાતા વેન્ટિલેટર પર રાખવા પડે છે. આવા વેન્ટિલેટર પરના દર્દીઓમાં આ દવાથી મૃત્યુનું પ્રમાણા ખાસ્સું ઘટયું હોવાનું નોંધાયું છે.

સંશોધકોએ કુુલ મળીને 2100 દર્દી પર આ દવાના પ્રયોગો કર્યા હતા. એ પછી અન્ય 4000 દર્દીઓ સાથે તેમની સરખામણી કરવામાં આવી હતી. તેના પરિણામમાં જણાયું હતું કે જેમને દવા અપાઈ હતી એ દર્દીઓમાં મૃત્યુંનું પ્રમાણ 33 ટકા સુધી ઘટયું હતું. એટલે કે જો ડેક્સામેસાથોનથી સારવાર કરવામાં આવે તો કોરોનાના ગંભીર દર્દીઓને સાજા કરી શકાય છે અને જીવ પણ બચાવી શકાય છે.

સંશોધન ટીમના વડા ડૉ.પીટર હોર્બીએ કહ્યું હતું કે આજની તારીખે દુનિયામાં આ એકમાત્ર દવા છે, જેનાથી કોરોનામાં મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાયું છે. જો રોગચાળાની શરૂઆતથી જ આ દવાનો ઉપયોગ થયો હોત તો બ્રિટનમાં અંદાજે પાંચ હજાર જીવ બચાવી શકાયા હોત એવો પણ તેમનો દાવો છે.

આ દવા વેન્ટિલેટર પર હોય એવા ગંભીર દર્દીઓ માટે જ ઉપયોગી છે. જેમને સાવ ઓછા લક્ષણો હોય એવા દર્દીઓ માટે આ દવા કામની નથી. માટે કોઈ વ્યક્તિ પોતે દવા લેવાનું ચાલુ કરે તો ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે. દવા કોને આપવી એ નિષ્ણાત ડોક્ટર જ નક્કી કરી શકે. પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવે તો આવા દર્દીઓની સારવારનો ખર્ચો ઘણો ઘટાડી શકાય છે.

દસ દિવસ સુધી સારવાર થાય તો આ દવાનો ખર્ચ માંડ પાંચસો રૂપિયા આવી શકે છે. 1957માં શોધાયેલી આ દવા 1961થી અસૃથમા સહિતના અમુક રોગોની સારવારમાં વપરાતી આવી છે. સસ્તી અને સરળતાથી ઉપલબૃધ હોવાથી આ દવાનો ઉપયોગ ગરીબ દેશો આસાનીથી કરી શકે છે અને કદાચ વધતા મૃત્યુ પણ અટકાવી શકે એમ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.