એક તરફ મોદી સરકારના કોરોના વાયરસના આક્રમણ સામે લડવાના પ્રયાસોની કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટીકા કરી છે ત્યારે તેમની જ પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સાસંદ આનંદ શર્માએ ઉલટુ જ નિવેદન આપ્યુ છે.
આનંદ શર્માએ રાહુલ ગાંધીથી સાવ જ અલગ પ્રકારનુ નિવેદન આપીને મોદી સરાકર દ્વારા કોરોના વાયરસ સામે લડવા જે પણ પ્રયાસો કરાયા છે તેના વખાણ કર્યા છે. તેમણે કહ્યુ છે કે, સરકારના પ્રયત્નોથી હું સંતુષ્ટ છું. જે પણ તૈયારીઓ થઈ રહી છે તે બરાબર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે પ્રોટોકોલ નક્કી કર્યો છે તેને દેશની સરકાર અનુસરી રહી છે. જે વાયરસ સામે લડવા માટે જરુરી છે.
જોકે આ પ્રકારના વિરોધાભાસી નિવેદનોથી આશ્ચર્ય ફેલાયુ છે. કારણકે રાહુલ ગાંધી તો આ મુદ્દે એકથી વધારે વખત મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, મોદી સરકારે જે પ્રકારના એક્શન લેવા જોઈએ તે લીધા નથી.સરકારની નીતિથી ઈકોનોમી બરબાદ થઈ રહી છે.
આ સંજોગોમાં એવી પણ અટકળો થઈ રહી છે કે, શું કોંગ્રેસના બીજા નેતાઓ રાહુલ ગાંધીના વિચારો સાથે સંમત નથી..
વૈચારિક મતભેદોના કારણે તાજેતરમાં જ્યોરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.