ભારતમાં કોરોના મહામારીનો કહેર વચ્ચે,મળ્યા છે એક રાહતના સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપતા નિષ્ણાતોની એક ટીમના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસમાં ભારતમાં કોરોનાની બીજી લહેર તેની પીક પર હશે. અગાઉ આઈઆઈટી કાનપુર સહિત સ્વાસ્થ્ય જગતના અન્ય નિષ્ણાતોએ પણ મે મહિનાના મધ્યમાં કોરોનાની બીજી લહેરની પીક આવવાની આગાહી કરી હતી.

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના કેસ અને મોતના આંકડા ઓછા દર્શાવાઈ રહ્યા છે, કારણ કે દેશમાં સ્મશાન સ્થળો પર શબના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગી રહી છે અને હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ છે. આ જ કારણોથી કોરોનાની ચોક્કસ પીકનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં સતત છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના દૈનિક કેસ ચાર લાખથી વધુ આવી રહ્યા છે અને દૈનિક મોતનો આંકડો પણ ચાર હજારને પાર થઈ ગયો છે

એપ્રિલમાં વિદ્યાસાગરની ટીમનો અંદાજ ખોટો સાબિત થયો હતો, કારણ કે તેમની ટીમના અંદાજ મુજબ એપ્રિલની મધ્ય સુધીમાં કોરોનાની પીક આવશે. તેની પાછળનું કારણ એ જણાવાય છે કે ખોટા માપદંડોના કારણે અંદાજ યોગ્ય લગાવી શકાયો નહોતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.