કોરોનાના નામે ઘોમ લુટ:ખાનગી હોસ્પીટલે એક દદીઁને 24 દિવસનુ 12 લાખ 23 હજારનુ બિલ ફટકાયુઁ

કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે.

13 મેના રોજ કોરોનાના લક્ષણો દેખાયા હતા ગુલાબ હેદર ગુલાબ મુસ્તુજા શેખ (ઉ.વ. 50 રહે જાપા બજાર તૈયાબી મોહલ્લો ઘર ન. 4/4619 સુરત) પરિવાર સાથે રહે છે. ગત 13મી મેના રોજ શરદી-ખાસી થતા ફેમિલી ડોક્ટર પાસે ગયા હતા. જ્યાં કોરોના લક્ષણો હોવાની સાંભવના વ્યક્ત કરતા ગુલાબ હેદર ડરના મારે તાત્કાલિક દાખલ થવાની વાત કરી હતી. ફેમિલી ડોક્ટરે એકતા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ લઈ જવાની વાત કરતા ના કહ્યું હતું. જેને લઈ ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા ગુલાબ દેહરના ભાઈ ગુલામ મસ્તુફાએ જણાવ્યું હતું કે, ટ્રાઈ સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યોહતો. જોકે, તેના 48 કલાકમાં જ રિપોર્ટ ફરી નેગેટિવ આવી ગયો હતો. જોકે, તેમને દાખલ રાખવામાં આવ્યા હતા. ગુલાબ હેદરને પ્રતિબંધિત વોર્ડમાં દાખલ કરાયા બાદ પરિવારને મળવા પણ દેવાતા ન હતા. મોબાઈલ વીડિયો કોલીંગથી વાત કરી ગુલાબ હેદર પરિવારને જોઈ શકતા હતા. ફેફસા ખરાબ થઈ ગયા છે અને કફ થઈ ગયા છે એટલે ગળામાં કાણું પાડી કફ કાઢ્યા છે એમ ડોક્ટર કહેતા હતા અને 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.