કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ ઓમિક્રોન વેરિયન્ટ મુદ્દે બેંગ્લુરુમાં કેબિનેઠ મંત્રીઓ અને અધિકારીઓની સાથે બેઠક યોજી હતી. રવિવારે મળેલી આ બેઠકમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા. કર્ણાટકના આરોગ્ય મંત્રી ડો. સુધાકરે જણાવ્યુ હતુ કે રાજ્યમાં 28 ડિસેમ્બરથી 10 દિવસ સુધી રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફયુ લાગું કરવામાં આવશે.
રાજ્યમાં કલમ 144 પણ લગાવવામાં આવી છે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટમાં ક્ષમતાં કરતા 50%થી વધુ લોકો સામેલ થઈ શકશે નહીં.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ લોકડાઉન લગાવવાની વાત કરી છે. ટોપેએ જણાવ્યું હતું કે રાજ્યમાં 500 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજનની જરૂરિયાતની સ્થિતિમાં સરકાર લોકડાઉન લાદી શકે છે અને આગામી બે સપ્તાહ રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી હાલમાં દેશમાં સૌથી વધુ ઓમિક્રોન સંક્રમિત મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં અહીં ઓમિક્રોનના 110 કેસ મળી આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારે પહેલેથી જ રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. આ અંતર્ગત કોઈપણ જાહેર સ્થળે 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આવશ્યક સેવાઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
દેશભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ નાઇટ કર્ફ્યુ લાગુ કર્યો છે. હવે આ લિસ્ટમાં આસામ પણ સામેલ થઈ ગયું છે. રવિવાર રાતથી અહીં નાઇટ કર્ફ્યુ લાગુ થશે. આસામ સરકારે રાત્રે 11.30 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. જો કે, 31 ડિસેમ્બરે કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવશે, જેથી લોકો નવા વર્ષની ઉજવણી કરી શકે.
મુંબઈ અને દિલ્હીમાં કોરોનાની બીજી લહેર પછી પહેલી વખત સંક્રમણમાં એકાએક વૃદ્ધિ જોવા મળી છે. મુંબઈમાં શનિવારે ફરી એકવખત 757 નવા કેસ નોંધાયા છે. 24 જૂન પછી મુંબઈમાં સંક્રમણનો આ આંકડો મોટો છે. અને આ પહેલાં ગુરૂવાર અને શુક્રવારે પણ અહીં 600થી વધુ કેસ મળ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.