– કોરોના મુદ્દે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચતા રાહુલનો ટોણો
– ચીન મુદ્દે કેન્દ્રની ટીકા કરતા રાહુલે ડિફેન્સ કમિટિની એક પણ બેઠકમાં હાજરી નથી આપી : ભાજપ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોરોનાને પહોંચી વળવામાં આ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. આવી સ્થિતિમાં સરકારની આ નિષ્ફળતાઓને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણાવવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતી વેળાએ રાહુલ ગાંધીએ મોદીનો જ એક વીડિયો શેર કર્યો હતો, આ વીડિયોમાં મોદી કહી રહ્યા છે કે મહાભારત સામેનું યુદ્ધ 18 દિવસમાં જીતાયું હતું જ્યારે કોરોના સામેનું યુદ્ધ માત્ર 21 દિવસમાં જીતી લઇશું.
આ સાથે જ રાહુલ ગાંધીએ ભારતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેનો એક ગ્રાફ પણ શેર કર્યો હતો, જેમાં ભારત વિશ્વમાં કોરોનાના કેસોને લઇને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે તે દર્શાવે છે.
સાથે રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે ભવિષ્યમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં નિષ્ફળતાઓ પર વિશેષ કેસ સ્ટડીને ભણાવવામાં આવશે જેમાં 1 નંબર પર કોરોના, બીજા ક્રમે નોટબંધી, ત્રીજા ક્રમે જીએસટીનું અમલીકરણ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.