હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ કોરોના પ્રોટોકોલનું કડકાઇ પૂર્વક પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે.
તેના માટે જીપીએસ ડિવાઇસની મદદ લેવાશે આ સાથે જ સંપૂર્ણ લીગ દરમિયાન દરેક ટીમ સાથે 4-4 કોરોના અધિકારીની નિમણૂક કરાશે. લીગની પહેલી મેચ 9મી એપ્રિલે ડિફેન્ડીંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે અને ફાઇનલ 30મી મેએ રમાશે.
ખેલાડી બાયો સિક્યોર બબલમાં રહે અને જે વિસ્તાર નિર્ધારિત કરાયો છે તેની બહાર ન જાય તેના માટે નજર રાખવા માટે દરેક ખેલાડીને ટ્રેકિંગ ડિવાઇસ આપવામાં આવશે.
ખેલાડીઓને માહિતી મળશે કે કયા સ્થળે જવું અને કયા સ્થળો બાયો બબલ હેઠળ આવે છે. જેવો ખેલાડી બાયો બબલ એરિયાથી બહાર હશે તેવો ડિવાઇસમાંથી તેને એક સાંકેતિક સિગ્નલ મળશે અને ખેલાડી એલર્ટ થઇ શકશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.