રાજ્યમાં કોરોના વાયરસને લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 492 લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઈન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 450 લોકોએ 14 દિવસનો સમય પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી 900થી વધુ લોકો વિદેશોમાંથી આવ્યા છે.
રાજ્યમાં કોરોના વાયરસના લઈ તંત્ર વધુ સજ્જ થઈ રહ્યું છે. આ અંગે આજે AMCએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો જાહેર કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોના વાયરસના 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 492 લોકોને ઘરે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઈન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 450 લોકોએ 14 દિવસનો સમય પૂર્ણ કર્યો છે. અત્યાર સુધી 900થી વધુ લોકો વિદેશોમાંથી આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર વ્યક્તિના પરિવારને શાકભાજી, ફળ અને તમામ જીવન જરુરી વસ્તુ ઘર સુધી પહોચાડાશે. હોમ ક્વોરન્ટાઈનમાં રહેનાર લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુ પુરી પડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે સવારે જનતા કર્ફ્યૂ હોવાથી 7થી રાત્રે 9 સુધી એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે. રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.