કોરોનાના પગલે છેક મે મહિનાથી બંધ LPG સિલિન્ડર પરની સબસીડી આ મહિને પણ નહીં મળે

ચાલુ ઓક્ટોબર મહિનામાં પણ રાંધણ ગેસ (LPG) સિલિન્ડરમાં કોઇ સબસીડી નહીં મળે. કોરોનાના પગલે ચાલુ વર્ષના મે મહિનાથી ગેસ સિલિન્ડર પર સબસીડી આપવામાં આવી નથી. એજ રીતે આ માસમાં ગેસના ભાવમાં પણ કશો ફરક નહીં પડે.

સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. ગ્રાહકો સુધી ભાવમાં સબસીડી પહોંચે એવા હેતુથી આમ કરવામાં આવે છે. પરંતુ ચાલુ માસમાં એવો કોઇ ફેરફાર નહીં થાય એટલે કે આગલા મહિનાઓમાં જે ભાવે રાંધણગેસ મળતો હતો એજ ભાવે આ મહિને પણ રાંધણગેસ મળશે.

પેટ્રોલિયમ મંત્ર્યાલય તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મે મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ઘટાડાના કારણે કોઇ પ્રકારની સબસીડી આપવામાં આવી નહોતી.

મેથી સપ્ટેંબર સુધી કોઇ વપરાશકારના બેંક ખાતામાં સબસીડી જમા કરવામાં આવી નહોતી. એલપીજી સિલિન્ડરને આપણા દેશમાં બજાર ભાવે વેચવામાં આવે છે. પરંતુ વપરાશકારોને થોડી રાહત મળે એવા હેતુથી સરકાર દરેક વપરાશકારને સબસીડી આપે છે.

વપરાશકાર સિલિન્ડર લાવનાર માણસને પૂરા પૈસા ચૂકવી દે ત્યારબાદ સરકાર વપરાશકારના બેંક ખાતામાં સબસીડીની રકમ જમા કરાવતી હતી. દરેક પરિવારને વર્ષમાં બાર એલપીજી સિલિન્ડર સબસીડીથી  મળી રહે એવી જોગવાઇ સરકારે કરી હતી. બારથી વધુ સિલિન્ડર જોઇએ તેમણે બજારભાવે ખરીદવાના હોય છે. કોરોનાના કારણે મે માસથી અત્યાર  સુધી કોઇ સબસીડી આપવામાં આવી નહોતી અને આ મહિને પણ સબસીડી નહીં મળે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.