કોરોના પોઝિટિવ દર્દીઓને પીઓકેમાં મોકલવાનું પાક.નું નાપાક ષડયંત્ર

પાકિસ્તાને કોરોના પોઝિટિવ દર્દીઓને પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ખસેડવાનું શરૂ કરતા સ્થાનિક લોકોમાં વિરોધ ઉઠયો છે. પંજાબ પ્રાંતમાંથી કોરોના સંક્રમિત દર્દીઓને ખાસ પીઓકેમાં બનાવાયેલા ક્વોરન્ટાઈન સેન્ટરમાં રાખવાનું પાક. સૈન્યએ શરૂ કર્યું છે.

પાકિસ્તાનમાં કોરોના ઝડપભેર પ્રસરી રહ્યો છે. પંજાબ પ્રાંતના કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે ત્યારે પાકિસ્તાની લશ્કરે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ક્વોરન્ટાઈન સેન્ટર ખોલી નાખ્યા છે અને એમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ખસેડવાનું શરૂ કર્યું છે.

આ મુદ્દે સ્થાનિક લોકોએ સૈન્યનો વિરોધ પણ કર્યો છે. સ્થાનિક લોકોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે અત્યારે પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાની સૈન્યનો એકમાત્ર ઉદેશ્ય એ છે કે પંજાબ પ્રાંત સુરક્ષિત રહે અને પીઓકે તેમ જ ગિલગિટ બાલ્ટિસ્તાનની હાલત જે થવાની હોય તે થાય.

સ્થાનિક લોકોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આમેય પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની લશ્કર પીઓકે તેમ જ ગિલગિટ બાલ્ટિસ્તાનને પાકિસ્તાનનું ડસ્ટબીન ગણે છે. પાકિસ્તાની સરકારની માનસિકતા આ કટોકટીની ક્ષણે પણ છતી થઈ ગઈ છે

મીરપુર આસપાસ ક્વોરન્ટાઈન સેન્ટર શરૂ કર્યા છે અને એ વખતે સૈન્યએ એવું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું કે સૈન્ય કેમ્પની આસપાસ એક પણ સેન્ટર ન હોય. સ્થાનિક લોકોએ આ મુદ્દે સરકારનો વિરોધ કરીને વળતી દલીલ કરી હતી કે પહેલેથી જ પાકિસ્તાન સરકાર પીઓકે સાથે ભેદભાવ કરે છે. પીઓકેમાં પ્રાથમિક સુવિધાનો અભાવ  છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર વ્યવસ્થિત રીતે નહીં થાય તો તેનો ચેપ સ્થાનિક લોકોને પણ લાગી શકે છે. જો સ્થાનિક લોકોને કોરોનાનો ચેપ લાગશે તો સુવિધાને અભાવે આ વિસ્તારમાં ગંભીર સમસ્યા આવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.