કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે (Corona virus Outbreak india) મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારનો આ નિર્ણય મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલા બાદ આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્ર, પૂણે, પિંપરી-ચિંચવડ અને નાગપુરમાં જરૂરી સામાનની દુકાનો છોડીને તમામ બાબતો બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કહ્યું કે, સરકારી ઓફિસોમાં માત્ર 25 ટકા કર્મચારીઓ જ કામ કરશે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ત્રણ વધુ કેસ પોઝીટિવ આવ્યા બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 52 પહોંચી ગયો છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી.
ગત 48 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કેસમાં જબરદસ્ત ઉછાળ આવ્યો છે. શુક્રવારે જ લખનઉથી 4, મહારાષ્ટ્રથી 3, ગુજરાતથી 3, પંજાબથી 3 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 210 પર પહોંચીગ યો છે. જ્યારે કે પાંચ લોકોના મોત નિપજ્યા છે.
મોલ બંધ કરાવતા પહેલા દિલ્હી સરકારે કોરોના વાયરસને કારણે તમામ સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ બંધ કરવાના આદેશ આપ્યા હતા. તો પ્રાઈવેટ ફર્મના લોકોને અપીલ કરાઈ હતી કે, તેઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રો હોમ કરવા માટે કહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.