કોરોના વાયરસ (Coronavirus)પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) સાર્ક દેશો (SAARC)ને કરેલી અપીલનું ઘણા સભ્યોએ સમર્થન કર્યું છે. તેમણે પ્રધાનમંત્રી મોદીની પહેલનું સ્વાગત કર્યું છે.
કોરોના વાયરસના સંક્રમણથી સાર્કના દેશ પણ પીડિત છે. ભારતમાં પણ સંક્રમણના મામલા વધી રહ્યા છે. પ્રધાનમંત્રીએ મોદીને સાર્ક દેશોને એકસાથે આવીને કોરોના વાયરસથી લડવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે હું એ પ્રસ્તાવ આપું છું કે સાર્ક દેશોનું નેતૃત્વ કોરોના વાયરસથી નિપટવા માટે એક મજબૂત રણનીતિ પર કામ કરે.
આપણે વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજાથી જોડાઈને વાતચીત કરી શકીએ છીએ. જેથી આપણા નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે. આપણે એકસાથે મળીને આખી દુનિયા સામે એક ઉદાહરણ આપી શકીએ છીએ. એક સ્વસ્થ દુનિયા બનાવવામાં પોતાનું યોગદાન આપી શકીએ છીએ.
નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે પ્રધાનમંત્રી મોદીના કોરોના વાયરસથી લડવાના સાર્ક દેશોના નેતૃત્વથી મજબૂત રણનિતી બનાવનાર આઈડિયાનું સ્વાગત કરીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.