કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ વૈકલ્પિક દવાથી જ કરવો પડશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં રહી ચૂકેલા અને અત્યારે કોરોનાની રસી શોધવાની મથામણ કરી રહેલી આંતરરાષ્ટ્રીય સંશોધન ટીમનું નેતૃત્વ કરી રહેલાં જેન હાલ્ટનનું કહેવું છે કે કોરોના લક્ષણો પ્રમાણે તેનો અક્સિર ઈલાજ મળવો ઘણો મુશ્કેલ છે.
વિજ્ઞાાનમાં કંઈ પણ શક્ય છે અને છતાં ઘણું અશક્ય છે. તેમણે એચઆઈવીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે માનવજાતને દશકાઓ પછી પણ એચઆઈવીની કોઈ જ દવા મળી નથી. તેના ઈલાજમાં વૈકલ્પિક દવાઓ જ પ્રયોજવી પડે છે.
તેમણે કહ્યું હતું કે વિજ્ઞાનજગતે કોરોના માટે પ્લાન બી પણ તૈયાર રાખવો જોઈએ. શક્ય છે કે ઘણી બીમારીની જેમ કોરોનાની કોઈ ચોક્કસ રસી ક્યારેય ન મળે. એવી સ્થિતિમાં આપણે વૈકલ્પિક ઉપચાર શોધવો પડશે.
પતેમણે કડવી વાત તરફ ધ્યાન દોરતા કહ્યું હતું કે ભલે અત્યારે આશા બંધાવાઈ રહી છે. પરંતુ હકીકત એ છે કે કોરોના પરિવારના એકેય વાયસરનો ઈલાજ આપણને મળ્યો નથી. અગાઉના બધા કોરોના વાયરસ કરતા કોવિડ-૧૯ વાયરસ વધારે શક્તિશાળી અને ઘાતક હોવાથી તેની દવા શોધવાની કામ વધારે સમય માંગી લેશે અને વધારે મુશ્કેલ પણ બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.