કોરોના રસીની આડઅસર થાય તો કંપની સામે કેસ ના થાય તેવો કાયદો લાવે સરકાર

દુનિયાભરના દેશોમાં કોરોનાનુ સંક્રમણ લાખ પ્રયાસો પછી પણ રોકાઈ રહ્યુ નથી ત્યારે બ્રિટન અને અમેરિકા સહિતના કેટલાક દેશોએ કોરોનાની વેક્સિનનો ઉપયોગ શરુ કરી દીધો છે.

ભારતમાં પણ સરકાર આ રસીનુ વિતરણ વહેલી તકે શરુ થાય તેવા પ્રયાસો કરી રહી છે ત્યારે કોરોનાની વેક્સિન બનાવી રહેલા પૂણેના સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ અદાર પૂનાવાલાનુ કહેવુ છે કે, કેન્દ્ર સરકાર વેક્સિન બનાવી રહેલી કંપનીઓને કાયદાકીય રક્ષણ આપે તે જરુરી છે.

તેમણે કહ્યુ હતુ કે, કોરોના વેક્સિનની કોઈ વ્યક્તિ પર આડઅસર થાય તો વેક્સિન બનાવનાર કંપનીને જવાબદાર ગણવામાં ના આવે.જો વેક્સિન કંપનીઓ આ પ્રકારના કાયદાકીય મામલામાં ફસાઈ તો તે દેવાળુ પણ ફૂંકી શકે છે.મારી કંપની તરફથી આ પ્રકારનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર તરફ બહુ જલ્દી મુકવામાં આવશે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ભારતમાં કોરોનાની વેક્સિન બનાવી રહ્યુ છે.આ માટે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે પાર્ટનરશીપ કરી છે.આ પહેલા અદાર પૂનાવાલાએ કહ્યુ હતુ કે, આ મહિનાના અંત સુધીમાં ભારત સરકાર કોરોનાની રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી શકે છે.ભારતમાં જાન્યુઆરીથી રસી મુકવાનુ શરુ થઈ શકે છે.

ભારતમાં અન્ય એક કંપની ભારત બાયોટેક પણ રસી બનાવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.