કોરોનાની રસી આવ્યા પછી પણ ફેસ-માસ્ક અનિવાર્ય

 

કોરોનાની રસી આવી ગયા પછી પણ માસ્ક પહેરવો જ પડશે. રસી આવી  ગઇ એટલે વાયરસ નહીં લાગે એવું ન માનવું એવી નિષ્ણાત ડૉકટરોએ સલાહ આપી છે.

ડૉકટરોના મત મુજબ રસી લીધા પછી શરીરમાં રોગપ્રતિકારક શકિત  આવતા લગભગ ૪૫ દિવસ લાગી શકે છે ૨૮ કે ૩૦ દિવસના અંતરે કોવિડ રસીના બે ડોઝ લેવામાં આવ્યા પછી  ભલે રસી લેનાર વ્યકતિ કદાય કોરોના સામે રક્ષણ મેળવી શકે. પણ એ વ્યકિત માસ્ક નપહેરે તો સામેની વ્યકિતને વાયરસ લાગવાનું જોખમ હોય જ છે.  જોકે હજી સુધી આ બાળતે કોઇ સ્પષ્ટતા કરવામાં  નથી આવી છતાં માસ્ક પહેરવાનું સલાહભર્યું છે.

વેકિસનના નિષ્ણાત તબીબ ડૉ. નવીન ઠાકરના જણાવ્યા પ્રમાણે કોવિડ-૧૯ની  ટ્રાયલમં શરીરમાં રોગપ્રતિકારક શકતી પેદા થાય એ વિશે અભ્યાસ થયો છે. પરંતુ વાયરસના ફેલાવાને લગતી બાબત તરફ હજી ધ્યાન નથી અપાયું.

આ પરિસ્થિતિમાં કોવિડની રસી લેનારી વ્યકિત વાયરસ ફેલાવી શકે કે નહીં એ વિશે કોઇ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધછી માસ્ક પહેરવાનું અને વારંવાર સાબુથી હાથ ધોવાનું અનિવાર્ય છે જેથી કોરોનાનો ફેલાવો અટકાવી શકાય.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોવિડ રસીકરણની ઝુંબેશ શરૃ થયા પછી રસી કેટલી અસરકારક  અને સલામત છે  એ ખબર પડતા ઓછામાં ઓછા ત્રણ મહિના લાગશે.

ડૉકટરના  જણાવ્યા મુજબ પોલીયોની રસી વખતે આવું થયું  હતું. થોડી મોટી ઊંમરના બાળકોને પોલીયોની રસી અપાયા પછી પણ તેઓ વાયરસ ફેલાવતા રહ્યાં હતા. આ દાખલો સામે રાખી વાયરસથી બચવા માટે માસ્ક પહેરવો જ જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.