કોરોનાની રસી મુકયા બાદ કોઈ મગરમચ્છ બની ગયુ તો? બ્રાઝિલના રાષ્ટ્રપતિનુ ઉટપટાંગ નિવેદન

ઉટપટાંગ નિવેદનો આપવાનો ઈજારો ખાલી ભારતના રાજકારણીઓનો નથી તેવુ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ ફરી એક વખત સાબિત કર્યુ છે.

રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ એવુ નિવેદન આપ્યુ છે કે તેની ચારે તરફ ચર્ચા છે.બોલસોનારોનુ કહેવુ છે કે, કોરોના વેક્સિન લગાવાથી કોઈ વ્યક્તિ મગરમચ્છ બની જાય કે કોઈ મહિલાની દાઢી આવી જાય તો દવા કંપનીઓ તેની જવાબદારી સ્વીકારવાની નથી.

તેમણે કહ્યુ હતુ કે, ફાઈઝર કંપનીએ પોતાના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટપણે લખ્યુ છે કે, વેક્સિનની આડઅસર માટે કંપની જવાબદાર નહી હોય.જો તમે રસી મુક્યા બાદ મગરમચ્છ બની જાવ અથવા કોઈ મહિલાને દાઢી આવવા માંડે, કોઈ પુરુષ મહિલાના અવાજમાં બોલવા માંડે તો તે તમારી સમસ્યા છે અને તેની સાથે દવા કંપનીને કોઈ લેવા દેવા નથી.

આ પહેલા પણ બોલસોનારો કોરોનાની બીમારી હોવાનો ઈનકાર કરી ચુક્યા છે.તે વખતે તેમણે કોરોનાને એક ફ્લુ જ ગણાવ્યો હતો.હવે તેઓ કોરોનાની વેક્સિન માટે પણ આનાકાની કરી રહ્યા છે.જુલાઈ મહિનામાં તેમને કોરોના થયો હતો અને તેઓ ત્રણ સપ્તાહ બાદ સારા થયા હતા.હવે તેઓ એવુ પણ કહ8ી રહ્યા છે કે, મારી પાસે એન્ડીબોડી છે એટલે મને વેક્સિનની કોઈ જરુરિયાત લાગતી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.