કોરોનાની રસીથી તમે મગરમચ્છ બની જાવ તો પણ અમારી જવાબદારી નહીં’

રસી મુદ્દે બ્રાઝિલના પ્રમુખ બોલોસોનારોનો બફાટ

કોરોનાની રસીની આડ અસરોની જવાબદારી મુદ્દે બ્રાઝિલના પ્રમુખ બોલસોનારોએ હાથ ખંખેર્યા

દુનિયાના અનેક દેશોમાં કોરોનાની રસીને મંજૂરી મળવાની શરૃ થઈ ગઈ છે ત્યારે બ્રાઝિલના પ્રમુખ જેર બોલસોનારો આશ્ચાર્યજનક નિવેદન કરીને વિવાદોમાં સપડાયા છે. તેમણે જણાવ્યું કે કોરોનાની રસી લોકોને મગરમચ્છ બનાવી શકે છે અને મહિલાઓને દાઢી ઊગી શકે છે. તેમના આ બફાટથી તેઓ ટ્વીટર પર ટ્રોલ થયા હતા.

બ્રાઝિલના પ્રમુખ બોલસોનારોએ કોરોના મહામારી વિરુદ્ધ અસરકારક મનાતી ફાઈઝર-બાયોએનટેકની રસીના સંબંધમાં નિવેદન આપ્યું હતું. બોલસોનારો શરૃઆતથી જ કોરોના મહામારીની અવગણના કરતા આવ્યા છે. કેટલાક મહિના પહેલાં બોલસોનારો કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. તેમણે થોડાક સમય પહેલાં બ્રાઝિલમાં કોરોનાના રસીકરણ કાર્યક્રમની જાહેરાત કરી હતી. જોકે, તેમણે વ્યક્તિગતરૃપે કોરોનાની રસી લેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

દેશમાં રસીકરણ કાર્યક્રમની યોજના અંગે તેમણે જણાવ્યું હતું કે દેશમાં બધા લોકોને મફતમાં રસી અપાશે. જોકે, રસી લેવી મરજિયાત છે. ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ બોલસોનારોએ ફાઈઝરની રસીના સંબંધમાં જણાવ્યું હતું કે અમે આ રસીની આડ અસરો માટે કોઈપણ રીતે જવાબદાર નહીં હોઈએ. રસી લગાવ્યા પછી તમે મગરમચ્છ પણ બની જાવ તો તે તમારી સમસ્યા છે, અમારી નહીં. તેમણે આગળ કહ્યું કે તમે સુપર હ્યુમન બનો, કોઈ મહિલાને દાઢી આવી જાય અથવા કોઈ વ્યક્તિ ધીમા અવાજમાં બોલવાનું શરૃ કરી દે તો તેના માટે અમે કોઈ રીતે જવાબદાર નહીં હોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.