કોરોનાની રસી વિશે કામ કરી રહેલા, ટોચના રશિયન વિજ્ઞાની એલેક્ઝાન્ડર સશા રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા

કોરોનાની રસી વિશે કામ કરી રહેલા ટોચના રશિયન વિજ્ઞાની રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા.

– ફક્ત અન્ડરવેર પહેરેલી સ્થિતિમાં ઇમારતના 14મા મજલેથી પડ્યા

– 45 વર્ષના એક આદમીની શંકા પરથી ધરપકડ

સશાના શરીર પર છરીથી થયા હોય એવા જખમ હોવાનું પણ કહેવાય છે.

રશિયન દૈનિક ‘મોસ્કોવ્સ્કી કોમ્સોમોલેટ્સ’ના એક અહેવાલ મુજબ સશાનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. મરનાર કોરોનાની કઇ રસી પર કામ કરી રહ્યા હતા એ જાણવા મળ્યું નહોતું. તેમણે રશિયાની એક યુનિવર્સિટીમાં સેંટર ફોર જેનોમિક એન્ડ રિજનરેટિવ મેડિસિન વિભાગમાં પણ કામ કર્યું હતું.

એલેક્ઝાંડર સશા બાયોલોજિસ્ટ તરીકે કોરોનાની રસી વિશે સંશોધન કરી રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.