ભારતની ‘સિવિલ એવિશન મિનિસ્ટ્રી’એ ફ્લાઇટથી ટ્રાવેલ કરતા મુસાફરો દ્વારા ભરવામાં આવતા સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મને અપડેટ કર્યું છે. મંત્રાલયે તમામ એરલાઇન્સને જાણકારી આપી છે કે, છેલ્લા 21 દિવસમાં કોરોના ટેસ્ટ પોઝિટિવ ન આવ્યો હોય એવા મુસાફરોને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. 21 દિવસની આ સમય મર્યાદા મુસાફરીની તારીખ પહેલાંની રહેશે. 21 મેના રોજ સિવિલ એવિએશન મિનિસ્ટ્રી દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામામાં એવું કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 2 મહિનામાં કોવિડ-19 પોઝિટિવ ન મળેલા મુસાફરોને જ મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે. આ બાબતની બાંહેધરી મુસાફરોએ જાતે જ આપવાની રહેશે.
શા માટે આ નિર્ણય લેવાયો?
મંત્રાલયનાઆ નિર્ણય પાછળનું કારણ જણાવતાં મંત્રાલયનુંકહેવું છે કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસના ચેપથી રિકવર થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાંમુસાફરી કરનારા લોકોની મુશ્કેલી દૂર કરવા મંત્રાલયે આ નિર્ણય લીધો છે. એરલાઇન્સને થોડા દિવસો પહેલાં સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મમાં આ અપડેટ વિશે માહિતી આપવામાં આવી છે.
આ ફોર્મમાં વધુમાં જણાવાયું છે કે, જો કોઈ વ્યક્તિ કોરોના વાઇરસના ચેપથી રિકવર થઈ ગઈ હોય અને તેનો રિપોર્ટ છેલ્લાં 3 અઠવાડિયામાં પોઝિટિવ ન આવ્યો હોય તો તેને પણ ફ્લાઇટમાં ટ્રાવેલ કરવાની છૂટ મળી શકે છે. જો કે, કોવિડ-19 રિકવરી સર્ટિફિકેટ બતાવવા પર પણ લોકોને ટ્રાવેલ કરવાની મંજૂરી મળી જશે. તે એ હોસ્પિટલમાં મેળવી શકાશે જ્યાં કોરોનાની સારવાર કરવામાં આવી છે. અત્યારે કેન્દ્ર સરકારે માત્ર લોકલ એરલાઇન્સ શરૂ કરવાની મંજૂરી આપી છે, જે 25 મેથી કાર્યરત છે. આ સર્વિસ લગભગ 2 મહિનાથી અટકી હતી. કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ એરલાઇન્સ શરૂ કરવાની હજી સુધી કોઈ મંજૂરી આપી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.