કોરોના વાયરસના લક્ષણો વાળા મોટા મોટા ભાગના દર્દીઓમાં આ રોગને મહંત આપવાની સાથે તેમને શરીરમાં મજબૂત એન્ટિબોડી બની જાય છે. જે ઓછામાં ઓછા 5 મહિના સુધી રહે છે. આ વાતની જાણકારી એક નવા રિસર્ચમાં સામે આવી છે. આ રિસર્ચ મુજબ શરીરની આ પ્રતિરોધક પ્રતિક્રિયાને કારણે કોરોના વાયરસથી ફરીથી સંક્રમિત થવાનો ખતરો ઘણોખરો ખતમ થઇ જાય છે.
જર્નલ ઓફ સાયન્સમાં છપાયેલ એક રિસર્ચ મુજબ એન્ટિબોડીની પ્રતિક્રિયાનો સંબંધ શરીર દ્વારા સાર્સ-સીઓવી-2 વાયરસને પ્રભાવહીન કરવાને લઈને છે, જેનાથી સંક્રમણ ફેલાય છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકા સ્થિત માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં કાર્યરત અને રિસર્ચ પેપરના લેખક ફ્લોરિન ક્રેમરે જણાવ્યું કે કેટલાંક સમાચાર આવ્યા છે કે વાયરસથી સંક્રમણની પ્રતિક્રિયામાં બનેલ એન્ટિબોડી જલ્દી ખતમ થઇ જાય છે. પરંતુ અમે તેના પાર અભ્યાસ કર્યો તો પરિણામો તેનાથી સૌ ઉલ્ટા મળ્યા. તેમને જણાવ્યું, ‘અમે જાણ્યું કે સામાન્ય કે મધ્યમ સ્તરના લક્ષણ વાળા 90% કોવિડ-19 દર્દીઓમાં એન્ટિબોડી મહિનાઓ સુધી વાયરસને પ્રભાવહીન રાખવા માટે મજબૂત કામ કરે છે.
એલિસા નામના એન્ટિબોડીની તપાસ કરવામાં આવી
આ તરણ પર પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ સંક્રમણથી સાજા થયેલ લોકોના એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોંબ્રેટ એસ્સે (એલિસા) નામના એન્ટિબોડીની તપાસ કરવામાં આવી. જેનાથી એ વાતની જાણકારી મેળવી શકાય કે કોષો પર વાયરસનું સંક્રમણ થતા બનનાર આ પ્રોટીનનું સ્તર કેટલું છે.
30,082 નમૂનાની તપાસ કર્યા બાદ તારવ્યું
માઉન્ટ સિનાઇ હોસ્પિટલના રિસર્ચર્સએ 30082 નમૂનાની તપાસ કર્યા બાદ તારવ્યું કે મોટાભાગના લોકોમાં એન્ટિબોડી મધ્યમથી ઉચ્ચ સ્તર પર હાજર છે. જે વાયરસને પ્રભાવહીન કરી શકે છે. વૈજ્ઞાનિકોએ એ પણ જાણ્યું કે પહેલા ટેસ્ટની સરખામણીમાં બીજા ટેસ્ટિંગ દરમ્યાન એન્ટિબોડીના સ્તરમાં સામાન્ય ઘટાડો થયો છે. તેમજ ત્રીજા અને અંતિમ ટેસ્ટિંગમાં તેમાં વધુ ઘટાડો નોંધાયો છે.
પાંચ મહિના સુધી રહે છે એન્ટિબોડી
આ ટેસ્ટિંગના આધારે રિસર્ચર્સએ કહ્યું કે અનુસંધાનના આધારે કહી શકાય કે એન્ટિબોડી ઓછામાં પાંચ મહિના સુધી સાજા થયેલા દર્દીઓના શરીરમાં રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.