કોરોના વાયરસના જોખમ સામે મોદી સરકારે બતાવેલી કડકાઈ અને તૈયારીઓના સુપ્રીમ કોર્ટે પણ ભરપૂર વખાણ કર્યા છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યુ હતુ કે, સરકાર તમામ જરુરી પગલા ભરી રહી છે.
દેશના ચીફ જસ્ટિસે કોરોના સાથે જોડાયેલી એક પિટિશનની સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે, આખો દેશ માની રહ્યો છે કે, સરકાર જે પણ જરુરી પગલા ભરવા જેવા છે તે ભરી રહી છે.
આ પિટિશનમાં માંગણી કરવામાં આવી હતી કે, કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર વધારે પગલા ભરે.પિટિશનમાં કોરોના ટેસ્ટિંગ માટે લેબની સંખ્યા વધારવાની પણ માંગણી
કરવામાં આવી છે.
જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સરકારના વખાણ કરતા કહ્યુ હતુ કે, સરકારે બહુ ઝડપથી પગલા ભર્યા છે. ટીકાકારો પણ માની રહ્યા છે કે, સરકારે યોગ્ય દિશામાં કામ કર્યુ છે. આ રાજકીય વાત નથી પણ હકીકત છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.