કોરોના સામે જંગ જીતનાર સ્મૃતિ બની ગુજરાતની પ્રથમ પ્લાઝમા ડોનર! વાંચો પૂરી માહિતી

કોરોના વાઇરસ સામે લડવા માટે હાલ ‘પ્લાઝમા થેરાપી’ એક આશાનું કિરણ બન્યું છે. કંઈ નહી તો જ્યાં સુધી આ વાઇરસની કોઈ રસી ના શોધાય ત્યાં સુધી આ થેરાપીથી મદદ મળી શકે એવું કહેવાય છે. વિદેશોમાં આ ચિકિત્સા પદ્ધતિના પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ ઇન્સ્ટીટ્યૂટ(ICMR) દ્વારા મંજૂરી મળ્યા બાદ ભારતમાં પણ પ્લાઝમા થેરાપી દ્વારા ઇલાજ કરવાના પ્રયોગ થઈ રહ્યા છે.

દર્દીના લોહીમાં રહેલ પ્લાઝમામાં કોરોના સામે લડવા માટે એન્ટીબોડી તૈયાર થઈ ચૂક્યા હોય છે, જેથી દર્દી સાજો થાય છે. સાજા થયેલા દર્દીનો પ્લાઝમા બીજા પીડિત દર્દીનાં શરીરમાં નાખવામાં આવે છે. આ ચિકિત્સા પદ્ધતિને ‘પ્લાઝમા થેરાપી’ કહેવામાં આવે છે.

ગુજરાતમાં પણ પ્લાઝમા થેરાપીના કોરોના સામેના પ્રથમ પ્રયોગની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં નિષ્ણાતો આ પ્લાઝમા થેરાપી પર હાથ અજમાવવામાં આવ્યો છે. આ થેરાપી માટે જે પ્રથમ વ્યક્તિએ પોતાનું પ્લાઝમા(રૂધિરરસ) ડોનેટ કરેલ છે તેનું નામ છે : સ્મૃતિ ઠક્કર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.