કોરોના વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શનિવારે સાંજે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન (SAARC)ના દેશોના પ્રમુખોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજા સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ બનાવવાની સૂચન આપ્યું અને ભારત તરફથી તે માટે 1 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી હતી. ભારત દ્વારા ભરવામાં આવેલા પગલાંની પણ જાણકારી આપવામાં આવી હતી. સાર્ક નેતાઓએ પીએમ મોદીની આ પહેલા માટેતેમનો આભાર માન્યો અને સાથે મળીને કોરોનાનો સામનો કરવાની વાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની 20 ટકા આઝાદી વાળા સાર્ક દેશોમાં કોરોના વાયરસના ચેપના મામલા ઓછા છે પરંતુ તમામ દેશોએ મળીને આ પડકારનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરવો અને જીતવું પડશે.
પીએમ મોદીએ રાખ્યો ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો સાથે ચર્ચા દરમિયાન કોવિડ-19 માટે ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ માટે ભારત 10 મિલિયન અમેરિકી ડોલરની મદદનો પ્રસ્તાવ આવે છે. તેનો ઉપગોય ગમે તે કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.