વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. તેની ચપેટમાં અત્યાર સુધીમાં 53 હજાર લોકો આવી ચુક્યા છે. તેમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દુનિયાના વિકસિત દેશો પણ તેની ચપેટમાં આવી ગયા છે. આ વાયરસને દુનિયાના કેટલાક દેશોએ ખૂબ ગંભીરતાથી લીધી અને આજે આ દેશ વિશ્વભરના વિકસિત દેશો માટે પણ ઉદાહરણ સમાન બની ગયા છે. કયા કયા છે આ દેશ ચાલો જાણીએ.
ચીનમાં માર્ચના અંત સુધીમાં 3 લાખથી વધારે લોકોના ટેસ્ટ થયા. વુહાનમાં લોકડાઉનથી પહેલા 24 જાન્યુઆરીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ એક પોસ્ટ કરી હતી. હોંગકોંગની એક ટીમએ સાર્સની શોધ પર કામ કરેલું હતું તેણે પણ આમાં મદદ કરી. ચીન દુનિયામાં સૌથી વધારે કેમિકલ ઉત્પાદન કરે છે. દવા માટે કાચો માલ સૌથી વધુ ચીનમાં જ ઉત્પન્ન થાય છે. ભારતમાં જેનરિક દવા ઉત્પાદન થાય છે તેનો કાચો માલ ચીનથી જ આવે છે. તેવામાં ચીનએ કોરોના વાયરસની તપાસ માટે કિટ્સ બનાવવાનું ઝડપથી શરુ કર્યું.
જર્મની પણ આ વાતને સમજી ગયું અને તેણે આ સમસ્યા શરૂ થાય તે પહેલા જ તૈયારી કરી લીધી. જાન્યુઆરીની શરૂઆતમાં બર્લિનના વૈજ્ઞાનિક ઓલફર્ટ લૈંડ્ટએ પોતાની શોધમાં જાણ્યું કે આ વાયરસ સાર્સ જેવો જ છે અને તેના માટે ટેસ્ટિંગ કિટની જરૂર પડશે. તેમની પાસે કોઈ આધારભૂત સિક્કેંસ ન હતું પરંતુ તેમણે સાર્સને મળતી કીટ તૈયાર કરી લીધી. જર્મનીએ ચીન પહેલા આ કામ શરુ કરી દીધું. બ્રિટિશ સરકારએ પણ આ કિટને માન્યતા આપી દીધી. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઓલફર્ટ અને તેની ટીમએ 40 લાખ કિટ બનાવી અને તૈયાર કરી. ત્યારબાદ જર્મનીમાં મોટી સંખ્યામાં ટેસ્ટ થવા લાગ્યા. જર્મનીમાં રોજ 12 હજાર લોકોનો ટેસ્ટ થતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.