કોરોના સામે લડવા માટે ભારતીય સેનાએ શરુ કર્યુ ‘ઓપરેશન નમસ્તે’

દેશમાં જ્યારે પણ આપદા આવી છે ત્યારે સેનાએ મોરચો સંભાળવામાં પાછી પાની કરી નથી.

હવે કોરોના સામે લડવા માટે પણ ભારતીય સેના તૈયાર છે. ભારતીય સેનાએ કોરોના સામે ઓપરેશન નમસ્તે શરુ કર્યુ છે. આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ કહ્યુ હતુ કે, સૈનિકોની રજાઓ પર પાબંદી લગાવાઈ છે. ઓપરેશન પરાક્રમ વખતે પણ કોઈ 8 થી 10 મહિના રજા પર ગયુ નહોતુ.

તેમણે કહ્યુ હતુ કે, સેનાની ખૂબી એ છે કે, તેના અલગ પ્રકારના માળખા અને તાલિમના કારણે સૈનિકો કોઈ પણ પ્રકારની ઈમરજન્સીનો સામનો કરી શકે છે. અમે કોરોના સામે લડવામાં પણ અમારી આ જ ક્ષમતાનો ઉપયોગ કરીશું. કોરોના સામેની લડાઈમાં તંત્ર અને સરકારની મદદ કરવાની સેનાની ફરજ છે. દેશની રક્ષા માટે અમારે પણ ફિટ રહેવુ જરુરી છે. એટલે સેના માટે પણ એડવાઈઝરી બહાર પડાઈ છે.

આર્મી ચીફે કહ્યુ હતુ કે, ઓપરેશન નમસ્તે હેઠળ અત્યાર સુધીમાં આઠ ક્વોરેન્ટાઈન સેન્ટર્સ બનાવાયા છે.સેના તરફથી હેલ્પ લાઈન નંબર બહાર પડાયા છે. જેના થકી કોરોનાના દર્દીઓની મદદ કરાશે. આઈસોલેશન સેન્ટરોની ઙમતા વધારાઈ રહી છે. તમામ આર્મી હોસ્પિટલ્સને માત્ર કોરોનાના દર્દીઓ માટે 45 બેડનો આઈસોલેશન વોર્ડ અને 10 બેડનો આઈસીયુ વોર્ડ તૈયાર કરાવનો નિર્દેશ અપાયો છે. જે વિસ્તારોમાં કોરોનાની અસર વધારે છે ત્યાં 30 ટકા ફિલ્ડ હોસ્પિટલોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ક્વિક રિએક્શન ટીમો પણ રેડી છે. જે સૂચના મળ્યાના 6 કલાકની અંદર દર્દીને હોસ્પિટલમાં પહોંચાડવા માટે તૈયારી કરી લેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.