કોરોના સામે લડવા કેબિનેટે 15000 કરોડના ફંડને મંજૂરી આપી

– ફંડનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરાશે

– પ્રથમ તબક્કામાં રૂ. 7774 કરોડ કોરોના દર્દીઓની સારવાર, કોરોના ટેસ્ટિંગનો વ્યાપ વધારવા માટે વપરાશે

 

કોરોના વાઇરસના પ્રસારને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘ઇન્ડિયા કોવિડ-૧૯ ઇમરજન્સી રિસપોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેડનેસ પેકેજ’ માટે ૧૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધો છે.

આ ફંડનો ઉપયોગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે.  તાત્કાલિક કાવિડ-૧૯ ઇમરજન્સી પ્રતિક્રિયા માટે ૭૭૭૪ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. બાકીની રકમનોે ઉપયોગ  આગામી એકથી ચાર વર્ષ દરમિયાન કરવામાં આવશે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના ટેસ્ટ કરવા માટે લેબોરેટરીઓની સંખ્યા વધારવામાં આવી છે. આ ઉપરાંત વધુ ૧૩ લાખ ટેસ્ટિગ કીટ ખરીદવાનો આર્ડર આપવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.