કોરોના સામે લડવા ગૂગલે આ ખાસ ડૂડલ બનાવી આપી મહત્વની ટિપ્સ

કોરોના વાઈરસના કહેર વચ્ચે ગુગલ ડૂડલનો નવો અવતાર સામે આવ્યો છે. કોરોનાથી બચવા માટે ગુગલે ડૂડલ દ્વારા ટિપ્સ આપી છે. સમગ્ર દુનિયામાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 53000એ પહોંચી છે. 10 લાખથી વધારે લોકો આની ઝપેટમાં આવી ચૂક્યા છે.

કોરોનાથી દુનિયામાં મચેલા કહેર વચ્ચે ગૂગલે ડૂડલ બનાવીને આનાથી બચવાની રીત સમજાવી છે. ગૂગલે એક ખાસ ડૂડલ બનાવીને સંદેશ આપ્યો છે કે લોકો ઘરમા જ રહે અને જીવન બચાવે.

ગૂગલે જે ડૂડલ બનાવ્યુ છે તેના દરેક અક્ષર ઘરની અંદર રહેવા દરમિયાન સકારાત્મક ક્રિયામાં પ્રવૃત રહેવાનો સંદેશ આપે છે. જેમાં ગિટાર વગાડવુ, પુસ્તકો વાંચવી, કસરત કરવી, સ્વજનો સાથે વાત કરવી વગેરે સંદેશ આપ્યો છે. ગુગલ ડૂડલને ક્લિક કરવા પર આ Coronavirus tips પેજ પર રિડાયરેક્ટ કરે છે. જેમાં લોકોને સંદેશ આપવામાં આવ્યો છે કે તે કોવિડ 19ને રોકવા માટે આ મહત્વની ટિપ્સ ફોલો કરે.

કોરોના વાઈરસને

ફેલાવવાથી રોકવામાં આ મદદ કરો

1. ઘરે રહો

2. અંતર બનાવીને રાખો

3. હાથોને સ્વચ્છ રાખો અને વારંવાર ધોતા રહો

4. ખાંસી આવે તો ધ્યાન રાખો કે કોઈ તેની ચપેટમાં ના આવે

5. તબિયત ખરાબ હોવા પર તરત જ હેલ્પલાઈન પર ફોન કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.