ચીન બાદ કોરોનાના કારણે સૌથી વધારે અસર પામેલા ઈરાને હવે સંકટની આ ઘડીમાં ભારત સહિતના દેશો તરફ મદદનો હાથ લંબાવ્યો છે.
ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિશ્વના બીજા નેતાઓને લખેલા પત્રમાં કહ્યુ છે કે, અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાનમાં કોરોના સામેની સરકારની લડાઈ પ્રભાવિત થઈ રહી છે. વાયરસ કોઈ સરહદો, રાજકીય , ધાર્મિક, જાતીય વિચારધારાને નથી ઓળખતો અને લોકોના જીવ લે છે. આવા સમયેઈરાન પર પ્રતિબંધ લગાવવા નૈતિકતાની પણ વિરુધ્ધ છે.
ઈરાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે ઈરાનના રાષ્ટ્રપતિએ પત્રમાં કહ્યુ છે કે, બે વર્ષથી લગાવાયેલા પ્રતિબંધના કારણે ઈરાન એમ પણ બહુ મોટા વિઘ્નોનો સામનો કરી રહ્યુ છે. કોરોના વાયરસના સંકટ વખતે પણ અમેરિકા ઈરાન પર પ્રતિબંધ લગાવવાની શરમજનક હરકત હરકત ચાલુ રાખી રહ્યુ છે. અમેરિકા પોતાની માંગણી પૂરી થયા વગર બીજા દેશોને ઈરાનની સહાય નહી કરવાની બેશરમીભરી અપીલ કરી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.