દેશને સંકટમાંથી કઇ રીતે ઉગારી શકાય, તેની રણનિતી નક્કી કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલય અને વેપાર મંત્રાલયનાં ટોચનાં અધિકારીઓ સાથે મિટિંગ કરી રહ્યા છે.
સુત્રોએ જાણકારી આપી છે કે બંને મંત્રાલયોનાં ટોચનાં 50 અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્થતંત્રની હાલની સ્થિતીને જોતા ભવિષ્યની વ્યુહરચનાની માંગ કરી રહ્યા છે.
આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા દોઢ કલાક સુધી વાતચીત કરી, આ દરમિયાન અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા વડાપ્રધાન સાથે પોતાના વિચારો રજુ કર્યા, આ પહેલા પીએમ એ આર્થિક સલાહકાર પરિષદની સાથે-સાથે નાણા મંત્રાલય અને નિતી પંચ અને મુખ્ય આર્થિક સલાહકારો સાથે પણ અલગ-અલગ મિટિંગ કરી હતી.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને સંપુર્ણ ધ્યાન કોવિડ-19 રોગચાળાનાં કારણે ગ્રાહકોની માંગમાં જોરદાર ઘટાડાંથી ઉંધી કાંધ પટકાયેલા અર્થતંત્રમાં પ્રાણ રેડવા પર છે, આ જ કારણે મે મહિનામાં 20.97 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું જે રોગચાળાને પહોંચી વળવા સરકારો દ્વારા જાહેર કરાયેલા મોટા પેકેજમાંથી એક છે.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર ભારતીય અર્થતંત્ર પર કોવિડ-19 ની અસરનું આંકલન કરી રહી છે, તેમણે પેકેજની વિસ્તૃત માહિતી આપતા જે તે સમયે કહ્યું હતું કે જરૂરીયાત પડવા પર આગળ વધુ પગલા લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.