કોરોના વાયરસ સંકટ વચ્ચે ભારતે તેનાં મિત્ર દેશ સાઉદી અરબને મદદરૂપ થવાનાં હેતુંથી 88 જેટલા કોરોના વોરિયર્સ મોકલ્યા છે, કોવિડ-19 સંક્રમણનાં કેસમાં વૃધ્ધી થતા દેશનાં આરોગ્યકર્મીની મદદનાં કારણે ભારતે 88 નર્સોનાં પહેલા સમુહને દુબઇ પહોંચાડી છે, મિડિયા રિપોર્ટનાં અનુસાર ખાડી દેશોમાં કોરોના વાયરસની સંખ્યા 17 હજારને પાર કરી ગઇ છે.
આરોગ્ય અને રોગ નિયંત્રણ મંત્રાલયે કહ્યું કે યુએઇમાં શનિવારે આ રોગચાળાનાં 624 નવા કેસ સામે આવ્યા છે, જેનાથી કેસની સંખ્યા વધીને 17,417 થઇ ગઇ છે, આ દિવસે વાયરસનાં કારણે 11 લોકોનાં મોત થયા બાદ મૃતકોની સંખ્યા 185 થઇ ગઇ છે.
ખાલીજ ટાઇમ્સનાં સમાચાર અનુસાર આ નર્સ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એસ્ટર ડીએમ હેલ્થકેર હોસ્પિટલોની છે, આ નર્સોને 14 દિવસ સુધી આઇસોલેટ રહ્યા બાદ જરૂરીયાત પ્રમાણે વિવિધ હોસ્પિટલોમાં મોકલવામાં આવશે, નર્સોનું આ ગ્રૃપ ખાસ વિમાન દ્વારા દુબઇ એરપોર્ટ પહોચી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.