કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ મહિના સુધી કેટલાક બીજા ભથ્થાઓથી વંચિત રહેવુ પડી શકે છે. કારણ કે, ડીએમાં વધારાને રોક્યા બાદ નાણામંત્રાલયના નિર્દેશ પર મંત્રાલય હવે ઘણા પ્રકારના ખર્ચમાં કપાત કરવાની પણ તૈયારીમાં લાગી ગયુ છે. જે હેઠળ કાર્યાલયોના ખર્ચમાં કપાતની સાથે-સાથે કર્મચારીઓમાં એલટીસી,લીવ ઈનકેસમેન્ટ, મેડિકલ બિલ અને પગાર સંબંધિત જૂના બાકીની રકમ ઉપર પણ કાતર ચલાવવામાં આવી રહી છે.
નાણા મંત્રાલયે બનાવી વિવિધ શ્રેણી
નાણા મંત્રાલયે ગત્ 8 એપ્રિલના રોજ વિવિધ વિભાગોની ત્રણ શ્રેણીઓ બનાવીને પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન) ના લેખન ખર્ચની સીમા નક્કી કરી દીધી છે. જેમાં કેટલીક જરૂરી વિભાગોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જે પૂર્વની જેમ પોતાની નક્કી રાશિ ખર્ચ કરી શકે છે. બી શ્રેમીમાં સામેલ વિભાગ પ્રથમ ત્રિમાસીકમાં 20 ટકા અને સીમાં સામેલ 15 ટકા ખર્ચ કરી શકે છે. જ્યારે ત્રણ નિયમો હેઠળ વિભાગ ત્રિમાસિકમાં આવંટિત બજેટની વધારે પડતી 27 ટકા રાશિ સુધી ખર્ચ કરી શકે છે. આ નિર્દેશો બાદ જ્યારે 20 એપ્રિલથી કાર્યલાય ખુલવા શરૂ થઈ ગયા તો, ખર્ચમાં ખામી માટે દિશા-નિર્દેશ તૈયાર થવા લાગ્યા છે.
નાના મોટા કાર્યોને રોકવા માટે આદેશ
કેટલાક વિભાગો જાહેર પણ કરી ચૂક્યા છે. આ બાબત બી શ્રેણીના એક વિભાગને જોતા જાણવા મળી છે કે, એલટીસી. આપાતકાલીન ચિકિત્સા બિલ, રજાઓની ચૂકવણી છોડી બાકીના બિલની ચૂકવણી, દેશની અંદરની યાત્રાઓ, પગાર સંબંધિત અથવા ઓફિસના જૂના લેણદારે, ઓવર ટાઈમ, પ્રકાશન સંબંધિ ખર્ચ, નાના મોટા કાર્યોને રોકવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારના ઘણા વિભાગ કપાત સંબંધી આદેશ જાહેર
આગામી કેટલાક દિવસમાં કેન્દ્ર સરકારના ઘણા વિભાગ કપાત સંબંધી આદેશ જાહેર કરી દેશે. જે વિભાગ સી શ્રેણીમાં છે, તેમના ખર્ચાઓમાં વધારે કપાર કરવાનો રહેશે. કારણ કે, પ્રથમ ત્રિમાસિકમાં 15 ટકા જ ખર્ચ કરી શકાશે. આયુષ, દવા, સ્વાસ્થ્ય વિભાગ, કિસાન કલ્યાણ, રેલવે, હવાઈ સેવા, ગ્રાહક, ગ્રામીણ વિકાસ, કપડામાં કપાત નહી 20 ટકા જ ખર્ચ કરશે. ખાતર, ઘર, પોસ્ટ, સંરક્ષણ, પેન્શન, વિદેશી, મહેસૂલ, પેન્શન, પેટ્રોલિયમ, માર્ગ પરિવહન. 15 ટકા ખર્ચ કરશે: પરમાણુ ઉર્જા, કોલસો, સંચાર, વાણિજ્ય, સંરક્ષણ, સંસ્કૃતિ, સંરક્ષણ, પશુપાલન, શહેરી વિકાસ, એચઆરડી, માહિતી, પ્રસારણ, મજૂર, પંચાયતી રાજ, નવીન ઉર્જા, પર્યાવરણ, સામાજિક ન્યાય, અવકાશ વિભાગ વગેરે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.