કોરોનાના સંકટમાં રાહત આપવા દુનિયાના આ અમીરોએ ખોલ્યો ખજાનો, જાણો કોણે કેટલુ દાન આપ્યુ

આપણે ત્યાં દાન-પુણ્યનું વિશેષ મહત્વ રહેલુ છે. હાલ સમગ્ર દુનિયામાં કોરોનાના કારણે ભયંકર સ્થિતિ છે. આવા સમયે આર્થિક સમસ્યાએ વિકરાળ ભરડો લીધો છે. લોકો રસ્તા પર આવી ગયા છે. એક બાજુ મહામારી અને બીજી બાજુ વેપાર-ધંધો રોજગારીમાં ભયંકર મંદી આવી જતા સામાન્ય લોકો બન્ને બાજુથી પીસાઇ રહ્યા છે.

આવા સમયે દુનિયામાં એવા પણ કેટલાક ઉદ્યોગપતિઓ છે જેમણે સંકટના આ સમયમાં પોતાની સંપત્તિ દાનમાં આપી છે. લોકોને થોડી રાહત મળી રહે તે માટે આ રકમ દાનમાં આપવામાં આવી છે. વિશ્વના ટોચના શ્રીમંત લોકો દ્વારા કરવામાં આવેલા દાન વિશે આજે જાણીએ.

બિલ ગેટ્સે 50 અરબ ડૉલરનું દાન કર્યુ
દુનિયાના સૌથી ધનિકોમાં બીજુ સ્થાન ધરાવતા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે અત્યાર સુધીમાં 50 અરબ ડૉલરનું દાન કર્યુ છે. તેમની કુલ સંપત્તિ 121 અરબ ડૉલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 7.5 અરબ ડૉલરનો વધારો થયો છે.

બેઝોસે 3 અબજ ડૉલરનું દાન આપ્યું
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક છે. તેમની કુલ સંપત્તિ 187 અબજ ડૉલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 72 અરબ ડૉલરનો વધારો થયો છે. એક રીપોર્ટ અનુસાર 2019ના અંત સુધીમાં તેમણે કુલ 3 અબજ ડૉલરનું દાન આપ્યું.

ઝકરબર્ગે 4 અરબ ડૉલરનું કર્યુ દાન
ફેસબુકના માર્ક ઝકરબર્ગ ત્રીજા ક્રમે આવે છે. તેમની કુલ સંપત્તિ 102 અબજ ડૉલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 23.3 અબજ ડૉલરનો વધારો થયો છે. ઝકરબર્ગે 2018 સુધીમાં 4 અબજ ડૉલરનું દાન આપ્યું છે. કોરોના સંકટમાં તેમની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થોડા સમય પહેલા તેમણે જિયો પ્લેટફોર્મ પર 44 હજોર કરોડનું રોકાણ કર્યુ છે.
મુકેશ અંબાણીએ કરેલા દાનની જાણકારી નહી
ચોથા નંબર પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આવે છે. તેમની કુલ સંપત્તિ 80.6 અરબ ડૉલર છે. આ વર્ષે તેમની સંપત્તિમાં કુલ 22 અરબ ડૉલરનો વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.